ગુજરાતના અમરનાથ યાત્રીકો માટે બુલેટપ્રુફ જેકેટ ફરજિયાત?

0
185

ચાલુ વર્ષે અમરના યાત્રીકોની સુરક્ષાને ધ્યાને લઈ વિચારણા

ટુર બસના ડ્રાઈવરની ઉંમર ૫૦ વર્ષી વધુ ન હોય તે સુનિશ્ર્ચિત કરવા માટે પણ નિયમ ઘડાશે

ચાલુ વર્ષે ગુજરાતી અમરના બાબાની યાત્રાએ જતા શ્રધ્ધાળુઓ માટે રાજય સરકાર દ્વારા ફરજીયાત બુલેટપ્રુફ જેકેટના નિયમ અંગે વિચારણા ચાલુ છે. ગત વર્ષે વલસાડના અમરના યાત્રીકો ઉપર જમ્મુ-કાશ્મીરના અનંતનાગ સેકટરમાં થયેલા આતંકી હુમલા બાદ સરકારે નવા સુરક્ષા નિયમો ઘડવાની તૈયારી કરી છે.

જે મુજબ યાત્રીકોને બુલેટપ્રુફ જેકેટ ફરજીયાત પહેરવાના રહેશે. આ ઉપરાંત ટુર ઓપરેટરની બસના ડ્રાયવરની વય ૫૦ વર્ષી વધુ હોવી જોઈએ નહીં. ટ્રાન્સપોર્ટ કમિશનર આર.એમ.જાધવના કહ્યાં મુજબ યાત્રીકો માટે બુલેટપ્રુફ જેકેટ માટે હજુ સલાહ જ આપવામાં આવી છે. અલબત જો આ નિયમ લાગુ થઈ જશે તો અમરનાની યાત્રા મોંઘી બનશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

આ મામલે બરોડા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસીએશનના સીદીકી ગાંધીનું કહેવું છે કે, યાત્રાળુઓને પોતાના બુલેટપ્રુફ જેકેટ ખરીદવા અમારે કહેવું પડશે કારણ કે અમને બુલેટપ્રુફ જેકેટ પોસાય શકે તેમ નથી. એ બુલેટપ્રુફ જેકેટની કિંમત રૂ.૧૨૦૦૦ સુધીની છે. દર વર્ષે ગુજરાતમાંથી ૫ થી ૭ હજાર શ્રધ્ધાળુઓ અમરના બાબાના દર્શને જાય છે. આ ઉપરાંત રજીસ્ટર્ડ ન થયા હોય તેવા યાત્રીકોની સંખ્યાતો ૩૫૦૦૦ જેટલી છે. ટુર ઓપરેટર સામાન્ય રીતે યાત્રા માટે શ્રધ્ધાળુ દીઠ રૂ.૧૦ હજાર ચાર્જ વસુલે છે. પરંતુ જો ૧૨૦૦૦ રૂપિયા બુલેટપ્રુફ જેકેટ માટે થાય તો અમરના બાબાની યાત્રા અનેક શ્રધ્ધાળુઓને પોસાય શકે તેમ નથી. આમ પણ બુલેટપ્રુફ જેકેટ ખરીદવા કયાંથી ? સામાન્ય રીતે ઓપન માર્કેટમાંથી લોકો બુલેટપ્રુફ જેકેટ ખરીદી શકે નહીં.

સરકાર જો બુલેટપ્રુફ જેકેટનો નિયમ બનાવશે તો આટલા મોંઘા જેકેટ યાત્રીકો ખરીદી શકશે ? સક્ષમ યાત્રીકો કઈ બજારમાંથી બુલેટપ્રુફ જેકેટ ખરીદશે ? આ મામલે સરકાર બુલેટપ્રુફ જેકેટ ભાડે લઈ શકે તેવી સુવિધા કરી આપે તેવો મત પણ વ્યકત થઈ રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં ગત વર્ષે વલસાડના યાત્રાળુઓની બસ પર યેલા આતંકી હુમલા બાદ ચાલુ વર્ષે ફરીી આ પ્રકારનો બનાવ ન બને તે માટે સરકારે નાગરિકોની સુરક્ષા ગોઠવી રહી છે. જેના ભાગરૂપે યાત્રીકોને બુલેટપ્રુફ જેકેટ ફરજીયાત પહેરાવવા તેમજ ડ્રાઈવરની ઉંમર ૫૦ વર્ષી વધુ ન હોય તે સુનિશ્ર્ચિત કરવાના નિયમો ઘડવાનો વિચાર થઈ રહ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,