વિમાનમાં નેટ કનેક્ટિવિટી: TRAI ટેરિફને નિયંત્રિત નહીં કરે

0
382
latest-news/business-news/corporates/trai
latest-news/business-news/corporates/trai

નવી દિલ્હી:વિમાન પ્રવાસીઓ ભારતીય સીમામાં ઊડતા હશે તે દરમિયાન વિમાનમાં તેઓ કોલ કરે અથવા ઇન્ટરનેટનો ઉપયોગ કરે તેના દરને ટ્રાઇ નિયંત્રણ નહીં કરે તેમ અધિકારીએ કહ્યું છે. જોકે, મોબાઇલ ફોન ઓપરેટર્સ, સેક્ટરના નિરીક્ષકો અને ઉડ્ડયન નિષ્ણાતોએ કહ્યું કે સ્થાનિક કેરિયર્સને આમાં બહુ ફાયદો નથી. કારણ કે તેણે ઇન્ટરમિડિયરી પર આધાર રાખવો પડશે અને સ્થાનિક રૂટ ટૂંકા અંતરના હોવાથી આવક પણ ખાસ નહીં મળે. તેની સરખામણીમાં મૂડીરોકાણ ઘણું વધારે હશે.

નિયમો પ્રમાણે ઈન-ફ્લાઇટ કનેક્ટિવિટી (આઇએફસી) સર્વિસ આપતી વખતે મલ્ટિનેશનલ ટેલિકોમ કંપનીઓએ એરલાઇન અને ભારતીય ટેલિકોમ કંપનીઓ વચ્ચે ઇન્ટરમિડિયરી તરીકે કામ કરવું પડશે. ટ્રાઇના ચેરમેન આર એસ શર્માએ કહ્યું કે સમગ્ર ટેલિકોમ સેક્ટરમાં ટેરિફ નિયંત્રિત છે અને ઈન-ફ્લાઇટ કનેક્ટિવિટી પણ તેમાં આવી જશે. અમે તેનો વહીવટ કરવાના નથી પરંતુ તે નિયંત્રિત રહેશે.તેમણે કહ્યું કે ઈનફ્લાઇટ કનેક્ટિવિટી (આઇએફસી) ઓફર કરવા માટે આર્કિટેક્ચર એ ભારતીય ટેલિકોમ કંપની અને આંતરરાષ્ટ્રીય ટેલિકોમ કેરિયર વચ્ચે એક બિઝનેસ નિર્ણય હશે અને આંતરરાષ્ટ્રીય ટેલિકોમ કેરિયર્સ તેમાં ઇન્ટરમિડિયરી તરીકે કામ કરશે. ટોચના એક અધિકારીએ જણાવ્યું કે, સ્થાનિક અર્થ સ્ટેશનનું સંચાલન કરતા ટેલિકોમ ઓપરેટર્સે આંતરરાષ્ટ્રીય સર્વિસ પ્રોવાઇડર્સ સાથે વ્યવસ્થા કરવી પડશે, એરપ્લેન કંપની સાથે નહીં, જેથી ફ્લાઇટ ભારતીય હવાઈ સરહદમાં પ્રવેશ કરે તેની સાથે જ સિગ્નલ મળવા લાગશે.ચાલુ મહિનાની શરૂઆતમાં ટેલિકોમ સચિવ અરુણા સુંદરરાજનના નેતૃત્વ હેઠળ ટેલિકોમ પંચે એર ટ્રાવેલર્સને વિમાનમાં સ્માર્ટફોન પર ઇન્ટરનેટની સુવિધા આપવાનો નિર્ણય લીધો હતો. વિમાન 3,000 મીટરની ઊંચાઈએ પહોંચે પછી આ સેવા મેળવી શકાશે. આઇએફસીની પહેલથી એરક્રાફ્ટ કંપનીઓ એરબસ અને બોઇંગ સ્થાનિક ટેલિકોમ કંપનીઓ સાથે મળીને ઇક્વિપમેન્ટ ફીટ કરશે જેથી તેઓ સ્થાનિક બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે કરાર કરી શકશે.

કસ્ટમ ટેરિફ પ્લાન પ્રમાણે એર પેસેન્જર્સ ઓન – એર નેટવર્ક અથવા ઈનફ્લાઇટ વાઇ-ફાઇ સર્વિસ સાથે કનેક્ટ કરી શકશે અને ‘સિક્યોર્ડ’ ડેટા સર્વિસ મેળવવા માટે વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) મેળવશે. શર્માએ કહ્યું કે, અત્યારે આ સેક્ટરમાં જે વાઇ-ફાઇ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે તે ઉપલબ્ધ કરાવાશે.