વડોદરાના રહીશોએ ગાંધી જયંતી પર કર્યું દારૂનું જાહેરમાં વેચાણ, દારૂની ચુંગાલમાંથી બચાવવા તંત્રને કરી અપીલ

0
81
news/MGUJ-VAD-HMU-LCL-maneja-villagers-opposed-liquor-selling-gujarati-news-5965318-PHO.html?ref=ht&seq=3
news/MGUJ-VAD-HMU-LCL-maneja-villagers-opposed-liquor-selling-gujarati-news-5965318-PHO.html?ref=ht&seq=3

ગુજરાતમાં કાગળ ઉપર ચાલતી દારૂબંધીના વડોદરાના મકરપુરા જી.આઈ.ડી.સી પાસે આવેલ માણેજાના રહીશોએ ધજાગરા ઉડાવ્યા છે. 150મી ગાંધીજયંતિના દિવસે સાંજના સમયે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ (પ્રતીકાત્મક રીતે) કર્યું હતું. અને ગામને દેશી દારૂની ચુંગાલમાંથી બચાવવા માટે પોલીસ તંત્રને અપીલ કરી હતી. દારૂબંધીના ધજાગરા ઉડાડતા આ કાર્યક્રમમાં માસુમ બાળકો પણ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે હાલ માણેજા વિસ્તારમાં 30 થી 35 જેટલા દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે.

માણેજા વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમે છે દેશી દારૂના 30 થી 35 જેટલા અડ્ડાઓ

મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તો મકરપુરા જી.આઈ.ડી.સી પાસે આવેલ માણેજા વિસ્તારમાં પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ ખુલ્લેઆમ ધમધમતા દેશી દારૂના 30 થી 35 જેટલા અડ્ડાઓ સામે સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક લોકોએજ દેશી દારૂના વેચાણના સ્ટોલ ઉભા કરીને શહેર પોલીસ તંત્ર અને ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના ધજાગરા ઉડાવ્યા હતા.

માણેજા વિસ્તારના અનેક લોકો ચડી ગયા છે દેશી દારૂના રવાડે

સ્થાનિક જીતેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે, માણેજા વિસ્તારમાં 30 થી 35 જેટલા દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. સ્થાનિકો દ્વારા મકરપુરા પોલીસને વારંવાર રજુઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. માણેજા વિસ્તારના અનેક લોકો દેશી દારૂના રવાડે ચડી ગયા છે. અને અનેક પરિવારો બરબાદ થઇ ગયા છે. માણેજામાં તપાસ કરવામાં આવે તો ખબર પડે કે, ગુજરાતમાં ખરેખર દારૂ બંધી છે ?તેઓએ જણાવ્યું હતું કે, આજે મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને અમને પણ સારો કાર્યક્રમ કરીને ઉજવવાની ઇચ્છા થાય છે. પરંતુ, માણેજા વિસ્તારમાં માઝા મૂકી રહેલા દારૂના અડ્ડાઓથી માણેજા ગામના અને આસપાસના વિસ્તારના લોકો ત્રાસી ગયા છે. આથી માણેજા ગામના રહીશોએ એકત્ર થઈ જાહેર માર્ગ પર ખુલ્લે આમ દેશી દારૂની પોટલિયો વહેંચી વિરોધ નોંધાવવાની ફરજ પડી છે.

દારૂની ચુંગાલમાંથી બચાવવા માટે અમો પોલીસ તંત્રને કરી અપીલ

સ્થાનિક નિધી પરમાર નામની 15 વર્ષની તરૂણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 10 થી વધુ વર્ષોથી માણેજામાં દેશી દારૂનું વેચાણ થાય છે. જો બુટલેગરો પોલીસની રહેમનજર દારૂનું વેચાણ કરી શકતા હોય તો અમે ખુલ્લે આમ કેમ વેચાણ ન કરી શકીએ. અમારા વિસ્તારનું યુવાધન દેશી દારૂના રવાડે ચડી ગયું છે. અમારા ગામ અને વિસ્તારને દેશી દારૂની ચુંગાલમાંથી બચાવવા માટે અમો પોલીસ તંત્રને અપીલ કરીએ છે.મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતિએ માણેજા ગામના સ્થાનિકોએ પોલીસની કામગીરી પર આકરા પ્રહારો કર્યા હતા. અને દેશી દારૂ બંધ કારોના સૂત્રોચ્ચાર કરી દારૂની પોટલિયો રોડ પર ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. માણેજા ગામના લોકોના આ કાર્યક્રમે ભારે ચકચાર જગાવી મૂકી હતી. એટલુંજ નહીં આ કાર્યક્રમમાં બાળકો પણ જોડાયા હતા અને માણેજામાં દેશી દારૂના અડ્ડા બંધ કરવાની માંગ કરી હતી.

news/MGUJ-VAD-HMU-LCL-maneja-villagers-opposed-liquor-selling-gujarati-news-5965318-PHO.html?ref=ht&seq=3
news/MGUJ-VAD-HMU-LCL-maneja-villagers-opposed-liquor-selling-gujarati-news-5965318-PHO.html?ref=ht&seq=3