લોકસભા ચૂંટણીમાં ‘મોદી’ નહીં પણ ‘નરેન્દ્ર’ BRAND ચાલશે, PMનું થશે ઈમેજ મેકઓવર

0
89
news/MGUJ-AHM-HMU-LCL-pm-narendra-modi-represent-him-self-as-a-narendra-not-a-modi-in-loksabha-election-2019-gujarati-news-

લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ મોદીના બદલે નરેન્દ્ર નામથી પ્રચાર કરીને 300 બેઠક મેળવવા માટેની વ્યૂહરચના ઘડી રહ્યું છે. બીજેપીએ લોકસભા 2014ની ચૂંટણીમાં મોદીના નામથી પ્રચાર કર્યો હતો અને દેશભરમાં નરેન્દ્ર મોદીના બદલે માત્ર મોદી નામથી જ ભાજપ ફેમસ થઈ ગયું હતું. પરંતુ 2019ની લોકસભાની ચૂંટણીમાં મોદી મોદીના નામથી ચૂંટણી લડવાને બદલે નરેન્દ્ર નામથી ચૂંટણી લડવી જોઈએ તેવી એક ચર્ચા ભાજપની કોર કમિટીમાં શરૂ થઈ ગઈ છે, તેમનું માનવું છે કે મોદી શબ્દ છેલ્લા પાંચ વર્ષમાં નિરવ મોદી અને લલિત મોદીના કારણે બદનામ થઈ ગયો છે અને તે જ મોદી શબ્દ જો નરેન્દ્ર મોદી માટે ફરીથી વાપરવામાં આવે તો તેની નેગેટિવ અસર થઈ શકે તેમ છે. તેથી મોદીના બદલે જો નરેન્દ્રના નામથી પ્રચાર-પ્રસાર કરવામાં આવે અને વડાપ્રધાનની બ્રાન્ડ મોદીના બદલે નરેન્દ્ર તરીકેની ઈમેજ કરવામાં આવે તો સમગ્ર દેશની જનતામાં માત્ર મોદીને બદલે નરેન્દ્ર મોદી આખું નામ પ્રજાના મુખે ચાલવા લાગે.

બ્રાન્ડ ‘નરેન્દ્ર’થી BJPને 2014 કરતા વધુ બેઠક મળી શકે

આ બદલાવ પાછળ એક એવો પણ તર્ક કાઢવામાં આવી રહ્યો છે કે, જો લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીનું માત્ર નરેન્દ્ર નામથી બ્રાન્ડીંગ કરવામાં આવે તો મોદીના આઇડલ વિવેકાનંદ સાથે પણ તેમની ઈમેજ મેચ થશે. સ્વામી વિવેકાનંદનું નામ સાચું પણ નરેન્દ્ર છે, જ્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી પીએમ બન્યા પહેલા મોદી નામ ચલાવવામાં આવ્યું હતું. પરંતુ પાંચ વર્ષ સુધી વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ તેમની ગરિમા અને હોદ્દાને ધ્યાનમાં રાખીને માત્ર મોદીના બદલે નરેન્દ્ર અથવા તો નરેન્દ્ર મોદીના નામથી પ્રચાર કરવામાં આવે તો સામાન્ય જનતામાં નરેન્દ્ર મોદી વિવેકાનંદના આચાર અને વિચારને અપનાવી રહ્યા છે એવી એક છાપ ઉભી થશે. જો નરેન્દ્ર મોદીને નરેન્દ્ર નામ આપવામાં આવે તો ભાજપને 2014 કરતા વધુ બેઠકો મળી શકે તેમ છે અને નરેન્દ્ર મોદીની સરખામણી વિવેકાનંદ સાથે પણ કરીને એક નવી વિચારધારા ઉભી કરી શકાય તેમ છે.

બ્રાન્ડ નરેન્દ્ર અંગે શું કહે છે એડ ગુરુ પ્રહલાદ કક્કડ

નરેન્દ્ર મોદી પોતે એક બ્રાન્ડ છે, તેમાં મોદી કે નરેન્દ્ર અલગ અલગ કરવાથી બ્રાન્ડ બદલાતી નથી. જો નરેન્દ્ર મોદી માત્ર નરેન્દ્ર કરીને ફરીથી બ્રાન્ડ બનાવવા ઈચ્છે તો તેના માટે ઘણો સમય પસાર થાય તેમ છે અને નરેન્દ્ર મોદી નરેન્દ્ર હોય કે મોદી હોય તેનાથી કોઈ ફેર પડતો નથી. દાખલા તરીકે પેપ્સી બ્રાન્ડ છે તેની સામે બીજી અલગ અલગ પેપ્સીઓ શરૂ થાય તો પેપ્સીમાંથી ટેપ્સી નામ કરવું હોય તો તેના માટે ઘણો સમય લાગી શકે છે. તેથી બ્રાન્ડ બનાવવા માટે લાંબો સમય જોઈએ છે અને નરેન્દ્ર મોદીને માત્ર ભારતમાં નહીં વિશ્વમાં પણ મોદી કે નરેન્દ્રથી નહીં આખા નામ નરેન્દ્ર મોદીથી ઓળખે છે.2012થી મોદીની સરખામણી વિવેકાનંદ સાથે થઈ રહી છે

2012 વિવેકાનંદની 150મી જન્મ જયંતિ પ્રસંગે એક ન્યૂઝ પેપરમાં પ્રસિદ્ધ થયેલી જાહેરાતમાં નરેન્દ્ર મોદી અને સ્વામી વિવેકાનંદને એક સાથે બતાડવામાં આવ્યા હતા. તેમાં મોદીએ સ્વામી વિવેકાનંદની જેવી શાલ અને સાફો બાંધ્યો હતો. સ્વામીજીનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત અને નરેન્દ્ર મોદીના નામની સમાનતાને જાહેરાતમાં રેખાંકિત કરતા સંદેશ લખ્યો હતો કે, આ ભગવા રંગની નદી છે, જેના એક કિનારા પર નરેન્દ્ર (વિવેકાનંદ)અને બીજા કિનારે મોદી (નરેન્દ્ર મોદી)છે.

મોદી અને વિવેકાનંદ મહાકાળીના ભક્ત

જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેમણે સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ નિમિત્તે ‘સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા’ યોજી હતી. મોદીએ આ યાત્રાનો 11 સપ્ટેમ્બર 2012ના રોજ બહુચરાજીથી પ્રારંભ કર્યો હતો અને ત્યાર બાદ 11 ઓક્ટોબરે તેનું પાવાગઢમાં સમાપન કર્યું હતું. આ સમયે મોદીએ કહ્યું હતું કે “મહાકાળીના સક્ષાત્કાર પછી નરેન્દ્રનાથ દિવ્ય બન્યા હતા, પરંતુ આજે હું મહાકાળી માતાને પ્રાર્થના કરું છું કે, 6 કરોડ ગુજરાતીઓ માટે મને આશીર્વાદ આપો.”

વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા દરમિયાન પણ નરેન્દ્ર મોદીએ તેમના અને વિવેકાનંદના વિચારોને પ્રજા સમક્ષ રજૂ કર્યા હતા, અને પીએમ બન્યા બાદ પણ વિવેકાનંદની કાર્યનીતિ અને વિચારોને વળગી રહી મોદીએ એક અલગ ઈમેજ ઉભી કરી છે. બીજેપી નેતાઓ પણ મોદીની વિવેકાનંદ સાથે તુલના કરી ચૂક્યા છે

આ ઉપરાંત બીજેપી નેતાઓ એવા રામ માધવ અને જયંતસિંહાએ પણ 2017માં મોદીની સ્વામી વિવેકાનંદ સાથે તુલના કરી હતી. જેમાં રામ માધવે વડાપ્રધાનનું પુરું નામ લીધા વિના કહ્યું હતું કે, નરેન્દ્રો વચ્ચે કંઈક અલગ પ્રકારનો લગાવ છે. નરેન્દ્ર સાહસી જ હોય છે. વિવેકાનંદનું મૂળ નામ પણ નરેન્દ્ર નાથ જ હતું.

ફિલ્મમાં પણ મોદીને વિવેકાનંદના ફોલોઅર બતાવ્યા

29 જુલાઈના રોજ પીએમ મોદીના બાળપણ પર આધારિત ‘ચલો જીતે હૈ’ ફિલ્મ રીલિઝ થઈ છે. આ ફિલ્મના એક સીનમાં બાળ મોદીનું પાત્ર કરી રહેલો ‘નરું’ બુકમાં સ્વામી વિવેકાનંદની લાઇન ”વહી જીતે હૈ, જો દુસરો કે લિયે જીતે હૈ” વાંચતો જોવા મળે છે.

news/MGUJ-AHM-HMU-LCL-pm-narendra-modi-represent-him-self-as-a-narendra-not-a-modi-in-loksabha-election-2019-gujarati-news-
news/MGUJ-AHM-HMU-LCL-pm-narendra-modi-represent-him-self-as-a-narendra-not-a-modi-in-loksabha-election-2019-gujarati-news-