રાજકોટમાં પાણીની ચકાસણી કર્યા વગર લોકોને અપાતું, ડ્રિન્કિંગ વોટરના બે યુનિટ સીલ

0
77
/SAU-RJK-HMU-LCL-two-water-drinking-unit-seal-by-health-team-in-rajkot-gujarati-news
/SAU-RJK-HMU-LCL-two-water-drinking-unit-seal-by-health-team-in-rajkot-gujarati-news

મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં પેકેજડ ડ્રિન્કિંગ વોટર અને મિનરલ વોટર પાણીના જગનું ઉત્પાદન કરતા યુનિટમાં ચેકિંગ કરતા અનેક ક્ષતિઓ સામે આવી હતી. જેમાં પાણીનું લેબોરેટરી પૃથ્થકરણ કરવાનો નિયમ હોવા છતા પાણીની ચકાસણી કર્યા વગર સીધુ બોટલમાં ભરવામાં આવતું હોવાનુ બહાર આવતા બે યુનિટ બિસ્ટર પેકેજડ અને મેક્સ બિવરેજિસ યુનિટ સીલ કરવામાં આવ્યા છે.રાજકોટની બિસ્ટર પેકેજડ અને મેક્સ બિવરેજિસના યુનિટ સામે કાર્યવાહી

મનપાના આરોગ્ય અધિકારી ડો.પી.પી. રાઠોડે જણાવ્યું છે કે , પેકેજડ ડ્રિન્કિંગ વોટર માટે બીઆઇએસ તથા એફએસએસએઆઇનું લાયસન્સ ફરજીયાત છે. ઉત્પાદક કેન્દ્રો પર આ બન્ને લાયસન્સના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવાનું હોય છે. પરંતુ તેનુ પાલન થતુ ન હોવાથી મેક્સ બિવરેજીસ અને બિસ્ટર પેકેજડ ડ્રિન્કિંગ વોટરને સીલ કરવામાં આવ્યું છે. ફૂડ શાખાને મળેલી ફરિયાદ બાદ પેકેજડ ડ્રિન્કિંગ વોટર તથા મીનરલ વોટર પાણીના જગના ઉત્પાદક યુનિટમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં મહાદેવ વાડી શેરી નં.3 ખાતે 20 લીટરના પાણીના જગનુ ઉત્પાદન અને વેચાણ કરતા મેક્સ બીવરેજીસઅને મહાદેવ વાડી મેઇન રોડ પર બીસ્ટર પાણીની પેકડ બોટલ ઉત્પાદન કરતા યુનિટને સીલ કરવામાં આવ્યું છે.