મોદી કેબિનેટે ટ્રિપલ તલાક પરના વટહુકમને આપી મંજૂરી, કોંગ્રેસ-ભાજપે કર્યા આક્ષેપ-પ્રતિઆક્ષેપ

0
73

કેન્દ્ર સરકારની નરેન્દ્ર મોદી કેબિનેટે બુધવારે ટ્રિપલ તલાકના મુદ્દે વટહુકમ પાસ કરી દીધો છે. ટ્રિપલ તલાક બિલ છેલ્લાં બે સત્રથી રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું. સૂત્રોના જણાવ્યા મુજબ એવામાં હવે કેબિનેટે આ મુદ્દે અધ્યાદેશ પાસ કરી દીધો છે. આ વટહુકમ 6 મહિના સુધી લાગુ રહેશે, જે બાદ સરકારે ફરીથી તેને બિલ તરીકે પાસ કરાવવા માટે સંસદમાં રજૂ કરવું પડશે.કેબિનેટની બેઠકની જાણકારી આપતાં કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે અમારી સામે 430 ટ્રિપલ તલાકના કેસ આવ્યાં છે, જેમાંથી 229 સુપ્રીમ કોર્ટના ચુકાદાની પહેલાં અને 201 સુપ્રીમ કોર્ટના ચુકાદા પછીના છે. અમારી પાસે ટ્રિપલ તલાકના મામલા અંગે પૂરતાં પુરાવાઓ પણ છે. જેમાં સૌથી વધુ મામલા (120) ઉત્તર પ્રદેશથી છે.
– રવિશંકર પ્રસાદે કોંગ્રેસને આ મુદ્દે આડે હાથ લીધું હતું. તેઓએ કહ્યું કે અમે આ બિલને વારંવાર પાસ કરવાના પ્રયાસો કર્યાં. લગભગ 5 વખત કોંગ્રેસને સમજાવવાના પ્રયાસો પણ કર્યાં પરંતુ વોટબેંકના ચક્કરમાં કોંગ્રેસે તેને પાસ કરવા ન દીધું. કોંગ્રેસ આ મુદ્દે વોટબેંકની રાજનીતિ કરે છે.
– તેઓએ અપીલ કરતાં કહ્યું કે સોનિયા ગાંધી, મમતા બેનર્જી અને માયાવતીએ આ મુદ્દે સરકારનો સાથ આપવો જોઈએ.

કોંગ્રેસે કર્યો સરકાર પર વાર

– ટ્રિપલ તલાક બિલ પર વટહુકમ પાસ થતાંની સાથે જ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે મોદી સરકાર મુસ્લિમ મહિલાઓને હક અપાવવાના પક્ષમાં નથી. અમે ઈચ્છીએ છીએ કે મુસ્લિમ મહિલાઓને ન્યાય મળે. ભાજપ આ મુદ્દે રાજકારણ રમી રહ્યું છે.

ટ્રિપલ તલાક બિલને બે વખત રાજ્યસભામાં પસાર કરાયું હતું

– ટ્રિપલ તલાકના મુદ્દે મોદી સરકાર ઘણી જ આક્રમક રહી છે, તેના માટે સરકાર દ્વારા બિલ પણ રજૂ કરાયું હતું. જો કે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળોના વિરોધ બાદ આ બિલમાં સંશોધન કરાયું હતું.
– સંશોધન બાદ પણ આ બિલ રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું. જો કે લોકસભામાં આ બિલ પહેલાં જ પાસ થઈ ચુક્યું છે. ટ્રિપલ તલાક બિલ આ પહેલાં બજેટ સત્ર અને મોનસૂન સત્રમાં રજૂ થયું હતું, પરંતુ રાજ્યસભામાં પાસ થઈ શક્યું ન હતું.

– ભાજપ તરફથી સતત કોંગ્રેસ પર ટ્રિપલ તલાક બિલને અટકાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જેને લઈને ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વડાપ્રધાન મોદી પણ કોંગ્રેસ પર નિશાન સાધી ચુક્યું છે.
– નવા બિલમાં ટ્રિપલ તલાક (તલાક-એ-બિદ્દત)ના મામલાને બિન જામીનપાત્ર ગુનો માનવામાં આવ્યો છે પરંતુ સંશોધન મુજબ હવે મેજિસ્ટ્રેટને જામીન આપવાનો અધિકાર છે.

સંશોધિત ટ્રિપલ તલાક બિલમાં ખાસ શું છે?

– ટ્રાયલ પહેલાં પીડિતાનો પક્ષ સાંભળીને મેજીસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે.
– પીડિતા, પરિવાર અને લોહીના સંબંધીઓ હોય તેવાં લોકો જ FIR દાખલ કરાવી શકે છે.
– મેજીસ્ટ્રેટને પતિ-પત્ની વચ્ચે સમજૂતી કરાવીને લગ્ન બરકરાર રાખવાનો અધિકાર હશે.
– એક વખતમાં ટ્રિપલ તલાક બિલની પીડિત મહિલા વળતરની અધિકાર છે.

વિભિન્ન રાજ્યોમાં અત્યાર સુધી જાન્યુઆરી 2017થી સપ્ટેમ્બર 2018 સુધી ટ્રિપલ તલાકના કેસ

બિહાર- 19
ઝારખંડ- 34
મધ્યપ્રદેશ- 37
મહારાષ્ટ્ર- 27
તેલંગાણા- 10
દિલ્હી- 1
હરિયાણા- 4

/NAT-HDLN-modi-cabinet-approves-ordinance-making-triple-talaq-a-punishable-offense-gujarati-news-
/NAT-HDLN-modi-cabinet-approves-ordinance-making-triple-talaq-a-punishable-offense-gujarati-news-