પરપ્રાંતીયો પર હુમલાઃ ‘સાહેબ, છુટ્ટા 10 રૂપિયા ના હોય તો રહેવા દો, બહુ કમાયો છું અહીંથી!

0
121
news/MGUJ-AHM-HMU-LCL-attacks-on-non-gujaratis-during-the-conversation-the-fear-in-panipuri-men-was-seen-gujarati-news-59
news/MGUJ-AHM-HMU-LCL-attacks-on-non-gujaratis-during-the-conversation-the-fear-in-panipuri-men-was-seen-gujarati-news-59

‘આજે ચાર દિવસ બાદ મને અમદાવાદમાં પહેલો પાણીપુરી વાળો જોવા મળ્યો. હું તેની પાસે ગયો તો જાણે કોઈ ભગવાન આવ્યા હોય એવી રીતે ખુશ તો થયો. પહેલા-પહેલા એના ચહેરા ઉપર ડરની લાગણીઓ પણ જોઈ શકાતી હતી. તેની પાસે જઈ મેં પૂછ્યું કે, “ભાઇ શું નામ તારું?” તો સ્વાભાવિક રીતે જ પોતાનું નામ પણ નહોતો કહતો. તેણે વળતા મને ખાલી એટલું પૂછ્યું કે, સાહબ, પકોડી ખાશો. મેં એને કહ્યું હા ચોક્કસ તો વળી. અને બળબળતી બપોરે ભૂખ્યા પેટે હોવા છતાં પણ મેં પાણીપૂરી ખાધી. કદાચ તેની સાથે આ રીતે જ વાત કરવાનો મોકો મળત.

બધા ગામડે ભાગી ગયા…

પાણીપૂરીની અસલ ગુજરાતી ચટાકાની લહેજત લેતા-લેતા મેં પૂછ્યું કે, ભાઈ કેટલા દિવસે લારી ખોલી. તેણે કહ્યું ચાર દિવસ થઈ ગયા છે. જ્યારથી ખબર પડી કે લોકો વાહનો પર દંડા લઈને આવે છે અને પરપ્રાંતીયોને મારે છે ત્યારથી ડર પેંસી ગયો છે. તેમાં પણ અમારા એરિયાના બીજા એક પાણીપૂરીવાળાને ‘એ’ લોકોએ માર્યો ત્યારથી તો લારી બંધ જ છે. મેં એને પૂછ્યું કે બીજા આસપાસના પકોડી વાળા નું શું છે? કયાં છે? તો તેણે કહ્યું બધા ગામડે ભાગી ગયા છે.

મેં પૂછ્યું ક્યાંનો છું, તો તેણે ખુમારી સાથે કહ્યું સાહેબ, ભારતનો છું..

મેં પૂછયું ક્યાંનો છું અને તેનો જવાબ સાંભળી મને આશ્ચર્ય અને સાથે સાથે આઘાત પણ લાગ્યો એને કહ્યું કે સાહેબ ભારતનો છું પછી હસતા હસતા બોલ્યો કે ભીંડ સિરસા, યુપીનો છું. મારુ નામ નીરજ યાદવ. મેં વળી પૂછ્યું કે ડર નથી લાગતો તો તે બોલ્યો ડર તો લાગે છે, સાહેબ પણ ચાર દિવસથી ધંધો બંધ કર્યો છે ખાવું શું અને ગામડે પણ ભાગી જઈશું તો પાછા આવવાનું છે ને હવે એ લોકો મારે કે જે કરવું હોય એ કરે ધંધો કરવાનો જ છે ને.

ચાર દિવસે બોણીમાં પણ ફ્રી પાણીપૂરી ખવડાવવા તૈયાર હતા તે ભૈયાજી..

હજી મૂળ વાત તો હવે આવે છે. 10 રૂપિયાની પાણીપુરી ખાઈને મેં પર્સ ખોલ્યું તો અંદર 100 અને 200ની નોટ હતી. મેં એને 100ની નોટ આપી તો નીરજ કહે કે, સાહેબ ચાર દિવસે તમારી જ બોણી કરી છે. હું આમતેમ ખિસ્સા ફમ્ફસતો હતો તો એને મારી દુવિધા પર કદાચ દયા આવી ગઈ. તેણે કહ્યું, સાહેબ, કાઈ વાંધો નહીં રહેવાદો. બહુ કમાયો છું અહીંથી. જો કે મારા ખિસ્સામાંના પરચુરણે મારી ખુમારી બચાવી લીધી. પણ પેલા પાણીપુરીવાળા નિરજની ખૂમારીને 100 સલામ કરવાનું ચોક્કસ મન થઇ ગયું.