ધો.12ની સંસ્કૃતની ચોપડીમાં છબરડા: ‘સીતાનું અપહરણ રામે કર્યું હતું’

0
189
youth-education/sita-was-abducted-by-ram-says-std-12-text-book
youth-education/sita-was-abducted-by-ram-says-std-12-text-book

સીતાનું અપહરણ કોણે કર્યું હતું?, આ પ્રશ્નનો જવાબ નાના-નાના બાળકો પણ જાણતાં હોય છે. પરંતુ ગુજરાત બોર્ડની ધોરણ 12ની સંસ્કૃતની ચોપડીમાં જે છાપવામાં આવ્યું છે તે ‘રામાયણ’ને પણ ખોટું ઠેરવે છે. ધોરણ 12ની સંસ્કૃતની ચોપડીમાં છપાયું છે કે રાવણ નહીં શ્રીરામે સીતા માતાનું અપહરણ કર્યું હતું!Introduction to Sanskrit Literature’ના પાના નંબર 106ના એક ફકરામાં લખાયું છે કે, ‘કવિએ રામના પાત્રનું સુંદર આલેખન કર્યું છે. ‘રામે’ કરેલા સીતાના અપહરણની હૃદયસ્પર્શી રજૂઆત લક્ષ્મણે રામને કરી છે.’ આટલું જ નહીં આ પુસ્તકમાં આ પ્રકારની અસંખ્ય ભૂલો કરાઈ છે. માત્ર અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ જ આ પ્રકારની ભૂલોના શિકાર થયા છે, કારણકે ગુજરાતી માધ્યમના પુસ્તકમાં કાલિદાસે લખેલી ‘રઘુવંશમ’નો આ ફકરો સાચો છપાયો છે.સંસ્કૃતના રિટાયર્ડ પ્રોફેસર વસંત ભટ્ટે કહ્યું કે, “સૌ કોઈ જાણે છે કે સીતાનું અપહરણ રાવણે કર્યું હતું. અને ‘રઘુવંશમ’માં પણ એ જ લખાયું છે.” ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના કાર્યવાહક પ્રમુખ ડૉ. નીતિન પેથાણીએ પહેલાં તો આ છબરડા અંગે જાણ ન હોવાની વાત કરી પરંતુ બાદમાં ભૂલ સ્વીકારી. પેથાણીએ કહ્યું કે, “ભાષાંતર દરમિયાન રાવણના બદલે રામ થઈ ગયું છે. પરંતુ ગુજરાતી માધ્યમના પુસ્તકમાં કોઈ ભૂલ નથી.”વર્ષ 2014માં અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈંડિયાએ ‘એરર ટેરર’ નામનું એક કેમ્પેન કર્યું હતું. જેમાં ધોરણ 6થી8ના પુસ્તકોમાંથી ઉડીને આંખે વળગે તેવી ભૂલો શોધી હતી. દાખલા તરીકે, ‘જાપાને અમેરિકા પર ન્યૂક્લિયર બોમ્બ ફેંક્યો હતો’ અને ‘કૂતુબ મિનાર શહેરનું નામ છે.’TOIના કેમ્પેનના પરિણામ સ્વરૂપે ગુજરાત સરકારે 3 પેનલિસ્ટને સસ્પેંડ કર્યા હતા અને 6 ટ્રાંસલેટર્સને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. સાથે દરેકનું 3 લાખ રૂપિયા મહેનતાણું પણ અટકાવ્યું હતું. GCERTને તાત્કાલિક ભૂલો સુધારવાનો આદેશ અપાયો હતો. જેના પરિણામે ધો. 6-8ના પુસ્તકોની 3 સુધારેલી આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી