છેડતી બાબતે પોરબંદરમાં ભડકો, પોલીસની જીપ દરિયામાં ફેંકી દેવાઈ

0
258
latest-news/gujarat-news/saurasthra-kutch/girls-harassment-led-to-violence-in-porbanda
latest-news/gujarat-news/saurasthra-kutch/girls-harassment-led-to-violence-in-porbanda

.શનિવારે પોરબંદરના ખારવાડ વિસ્તારમાં કેટલાક યુવાનોએ છોકરીની છેડતી કરી હતી. જેના પરિણામે આ દરિયાઈ વિસ્તારમાં હિંસા, આગચંપી કરવામાં આવી. ઉશ્કેરાયેલા ટોળાના નિશાને પોલીસ હતી. જો કે પોલીસે તો બંદર ચોક રોડ પર બે ટોળા વચ્ચે થતી જૂથ અથડામણ ટાળવાનો પ્રયાસ કર્યો હતો.ટોળાએ કરેલા પથ્થરમારામાં બે પોલીસકર્મીઓને ઈજા થઈ છે. જ્યારે બે ડઝન જેટલા વાહનોમાં આગચંપી કરવામાં આવી, જેમાં પોલીસના વાહનો પણ હતા. પોલીસની એક જીપને દરિયામાં પણ ફેંકી દેવાઈ હતી. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસને 21 જેટલા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.જ્યારે લઘુમતિ કોમના કેટલાક યુવકો દ્વારા એક છોકરીની છેડતી કરવામાં આવી ત્યારે ઘટના ઘટી. છેડતી બાદ અન્ય જ્ઞાતિના લોકો એકઠા થવા લાગ્યા હતા. ટોળામાંથી કોઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ઘટનાની જાણ કરી. જ્યારે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે છેડતી કરનાર યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.પોલીસે અન્ય જ્ઞાતિના ટોળાને ત્યાંથી જવા માટે સમજાવ્યા. પરંતુ છેડતીથી રોષે ભરેયેલા ટોળાએ પોલીસ પર જ પથ્થરમારો કર્યો.પથ્થરમારાની ઘટનામાં કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ધર્મેંદ્રસિંહ દિલુભા અને હેડ કોન્સ્ટેબલ અમિત અગ્રવતને ઈજા પહોંચી છે. થોડા જ સમયમાં ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોને નિશાન બનાવ્યા. કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના PI એસ.એમ.ભટ્ટે કહ્યું કે, “ટોળાએ પોલીસ જીપ દરિયામાં ફેંકી દીધી સાથે જ પોલીસના અન્ય 7 વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું. 8 ટુ વ્હીલર સહિત 15 ખાનગી વાહનોને પણ ટોળાએ નુકસાન પહોંચાડ્યું.”જ્યારે પોલીસની વધારાની ટીમ બોલાવાઈ અને ટીયર ગેસના સેલ છોડાયા ત્યારે આખરે 45 મિનિટની અશાંતિ બાદ રાત્રે 12 વાગ્યે સ્થિતિ પર કાબૂ મેળવાયો. કીર્તિ મંદિર પોલીસે હિંસા ફેલાવનારા 32 લોકોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાંથી કલ્પેશ કટેલિયા, ચંદ્રેશ ગિરનારી, નિતેશ ગોહેલ, મિતેશ ગોહેલ, સંદીપ પંજરી અને અક્ષય ખારવાએ પોલીસ હુમલાની દોરવણી કરી હતી. કીર્તિ મંદિરના સબ ઈન્સપેક્ટર આર. એન. ઓડેરા દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવાઈ છે.