ગરમીનો પ્રકોપ હજુ રહેશે યથાવત્! ઉત્તર ગુજરાત અને કચ્છમાં હિટવેવની આગાહી

0
246
Heat Waves
Heat Waves

અમદાવાદ: ગઇ કાલે અમદાવાદમાં ચાલુ ઉનાળાની સિઝનની સૌથી વધુ ગરમી ૪૪.૬ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાતાં શહેરીજનો રીતસરના શેકાઇ ગયા હતા. અમદાવાદમાં ગરમીના પ્રકોપમાં હજુ અઠવાડિયું રાહત મળવાની નથી.

અમદાવાદ સહિત રાજ્યભરમાં જેઠ મહિનાની કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ગયા છે. અમદાવાદમાં આજે સવારે ર૯.૮ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધુ હતું.

સ્થાનિક હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યાનુસાર શહેરમાં હજુ અઠવાડિયું ૪૩ ‌ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ ગરમી પડવાની શક્યતા છે. દરમ્યાન ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારમાં આવતી કાલે પણ હિટવેટની આગાહી કરાઇ છે. રાજ્યભરમાં ગરમીનો પારો હિટવેવની અસરના કારણે ૪૧ થી ૪પ ડિગ્રીની વચ્ચે રહેશે