PM વિરૂદ્ધ આપત્તિજનક ટ્વીટ કરવા બદલ કોંગ્રેસ IT સેલની હેડ દિવ્યા વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ

0
66
news/NAT-HDLN-up-police-registerd-an-fir-against-congress-it-cell-head-divya-spandana-gujarati-news-596
news/NAT-HDLN-up-police-registerd-an-fir-against-congress-it-cell-head-divya-spandana-gujarati-news-596

વડાપ્રધાન મોદી પર આપત્તિજનક ટ્વીટ કરવા અંગે કોંગ્રેસની પૂર્વ સાંસદ અને કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલની સંયોજક દિવ્યા સ્પંદના વિરૂદ્ધ યુપીના પાટનગર લખનઉના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

લખનઉના વકીલે કર્યો કેસ

– દિવ્યા વિરૂદ્ધ લખનઉના વકીલ સૈયદ રિઝવાન અહમદને કેસ કર્યો છે. અહમદે સમાચાર એજન્સીને કહ્યું કે, “ટ્વીટ અપમાનજનક હતું. વડાપ્રધાન ભારત ગણરાજ્ય અને તેની સંપ્રભુતાના પ્રતિનિધિ છે. તેથી આ (ટ્વીટ) રાષ્ટ્ર માટે દુર્ભાગ્ય છે અને અપમાનજનક પણ. અમે એક કેસ દાખલ કરાવ્યો છે.”
– અહમદ લખનઉના વિવેકખંડ વિસ્તારમાં રહે છે. તેમની અરજી પર મંગળવારે દિવ્યા વિરૂદ્ધ દેશદ્રોહ અને આઇટી એક્ટ અંતર્ગત કેસ દાખલ કરી તપાસ સાઈબર સેલને સોંપવામાં આવી છે.

Dr Syed Rizwan Ahmed
@DrRizwanAhmed1
@divyaspandana के विरुद्ध धारा 124आ (राष्ट्रद्रोह) 67 आई टी एक्ट में मुकदमा दर्ज।
धन्येवाद @Uppolice .@narendramodi जी आपकी लीगल टीम को और सक्रिय होना होगा।
मैंने और ट्विटर साथियो ने कारवाही की क्यो की आप देश के प्रधानमंत्री हैं न कि किसी दल के?
*आप सब को मुबारक!

9:09 PM – Sep 25, 2018
1,812
1,663 people are talking about this
Twitter Ads info and privacy
દિવ્યાના વિવાદાસ્પદ ટ્વીટ

– દિલ્હીની દિવ્યાએ સોમવારે બપોરે પીએમ મોદીનો ફોટો પોસ્ટ કરતાં આપત્તિજનક ટ્વીટ કરી હતી. તેની પોસ્ટ પર અનેક લોકોએ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી અને તેમની નિંદા કરી હતી.
– ટ્વિટર પર અનેક યુઝર્સે દિવ્યાને ટ્રોલ પણ કરી હતી.
– જો કે આ પહેલી વખત નથી કે જ્યારે દિવ્યાએ PM મોદી વિરૂદ્ધ આ પ્રકારનું ટ્વીટ કર્યું હોય.
– ગત મંગળવારે પણ દિવ્યાએ PM મોદીનો એક જૂનો વીડિયો શેર કરતાં તેમની શિક્ષા પર સવાલ કર્યાં હતા. ત્યારે ટ્વિટર યુઝર્સે દિવ્યાને ટ્રોલ કરતાં તેની ઘણી મશ્કરી કરી હતી.