IPL સટ્ટાકાંડમાં ગુજરાતી યુવતીની ધરપકડ, એન્જિનિયર પતિ ફરાર

0
207
ipl-batting-indore-police-arrested-bookie-wife-from-ahmedabad-airport
ipl-batting-indore-police-arrested-bookie-wife-from-ahmedabad-airport

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સટ્ટો રમાડવામાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું છે. આ મામલે ઈન્દોરની પોલીસે ગુજરાત પોલીસની મદદથી રાધનપુરની પૂનમ ચૌધરી નામની મહિલાની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.મધ્યપ્રદેશના હોલ્કરમાં 12 અને 14મેના રોજ રમાયેલી કિંગ્સ ઈલેવન પંજાબ, કોલકત્તા નાઇટરાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લોરની મેચ દરમિયાન સટ્ટો રમાડાયો હતો. પૂનમ અને તેનો એન્જિનિયર પતિ હરેશ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલના સિગ્નલ હેક કરીને લાઈવ મેચ કરતા આઠ સેકન્ડ અગાઉ પ્રસારણ જોઇ સટ્ટો રમાડતા હતા. હાલમાં હરેશ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે.આ પહેલા ઈન્દોર પોલીસે બુકી અંકિતની ઈન્દોર ખાતેથી ધરકપડ કરવામાં આવી હતી. તેની પાસેથી પોલીસને ત્રણથી ચાર નામ મળ્યા હતા. જેમાં રાધનપુરના હરેશ ચૌધરી અને તેની પત્ની પૂનમ ચૌધરીનું નામ ખુલ્યુ હતું. બંનેએ વેબસાઈટ હેક કરીને કરોડો રૂપિયાની કમાણી કરી હતીઆ કેસમાં હરેશ અને પૂનમની ધરપકડ માટે ઈન્દોર પોલીસ ગુજરાત આવી હતી. જેમાં ઈન્દોરની સાયબર સેલની એક ટીમે રાધનપુર ખાતે આવેલા હરેશના ઘરે રેડ કરી હતી. પરંતુ હરેશ વિદેશ ભાગી ગયો હોવાનું જાણ થઈ. બાદમાં અમદાવાદ પોલીસની મદદથી પૂનમની ધરપકડ કરી હતી. પૂનમના પકડાયા બાદ અનેક રહસ્યો પરથી પડદો ઉઠવાની સંભાવના છેહરેશ ચૌધરીએ અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાંથી સોફ્ટવેર એન્જિનિયરિંગ કર્યું છે. તે કોઈ પણ જગ્યાએથી ફોન કરે તો તેનું ફોન લોકેશન રાધનપુર જ બતાવતું હતું. હરેશની હોંશિયારી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી