CM પારિકર બીમાર, ખતરામાં ગોવા સરકાર? કોંગ્રેસે સરકાર રચવાનો દાવો રજૂ કર્યો

0
80
/NAT-HDLN-congress-staked-claim-to-form-a-government-in-goa-gujarati-new

ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરની તબિયત ખરાબ થયા બાદ રાજ્યમાં કોંગ્રેસે સરકાર રચવાને લઈને પ્રયાસો શરૂ કરી દીધા છે. સોમવારે કોંગ્રેસના 16માંથી 14 ધારાસભ્યો રાજ્યપાલને મળવા પહોંચ્યા, પરંતુ તેમની સાથે મુલાકાત ન થઈ શકી. ત્યારબાદ કોંગેસના ધારાસભ્યોએ રાજભવનમાં જ એક પત્ર રજૂ કર્યો જેમાં તેઓએ રાજ્યપાલને સરકાર રચવા માટે તક આપવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગોવામાં કોંગ્રેસના 16 ધારાસભ્ય છે. સરકાર રચવાની તક આપવા માટે તેમાંથી 14 ધારાસભ્યો રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા, પરંતુ તેમની મુલાકાત ન થઈ શકી. ગોવા કોંગ્રેસના પ્રમુખ ચંદ્રકાંત કાવલેકરે કહ્યું કે, અમે રાજ્યપાલને બે મેમોરેન્ડમ આપ્યા છે અને તેમને વિનંતી કરી છે કે 18 મહિનાની અંદર જ ચૂંટણી યોજાવાની સ્થિતિ ન ઊભી થવી જોઈએ. જનતાએ અમને પાંચ વર્ષ માટે ચૂંટ્યા છે. જો હાલની સરકાર કાર્ય કરવામાં સક્ષમ નથી તો અમને સરકાર રચવાની તક આપવામાં આવે. કાવલેકરે વધુમાં કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે. પરંતુ અમને સરકાર રચવાની તક નહોતી આપવામાં આવી. આજે તેનું પરિણામ જુઓ કે ગોવામાં સરકાર કેવી રીતે ચાલી રહી છે. સરકાર હોવા છતાંય નથી. એટલા માટે અમે સરકાર રચવાનો દાવો રજૂ કર્યો છે.

પારિકર છેલ્લાં કેટલાંક સમયથી બીમાર છે, દિલ્હી એઇમ્સમાં દાખલ

– ઉલ્લેખનીય છે કે, પારિકરને શનિવાર દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની બગડતી તબિયતને કારણે એવી અટકળો વહેતી થઈ હતી કે ગોવામાં તેમના સ્થાને અન્યને નવા મુખ્યમંત્રીનું પદ સોંપવામાં આવશે. પરંતુ બાદમાં ભાજપે આ અટકળોને નકારી કાઢી હતી.
– ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિનય તેંડુલકરે આ તમામ અટકળો પર વિરામ લગાવતા કહ્યું કે, રાજ્યની લીડરશિપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવામાં આવે. પારિકર જ ગોવાના મુખ્યમંત્રી છે અને તેઓ જ રહેશે.

ભાજપે કહ્યું- સરકારને ખતરો નથી

– ભાજપની એક કેન્દ્રીય ટીમે બીમાર રહેતા મુખ્યમંત્રી પારિકરની ગેરહાજરીમાં વૈકલ્પિક નેતૃત્વને લઈને સોમવારે ગોવાના પૂર્વ ધારાસભ્યો સાથે મુલાકાત કરી. ગોવાની એક હોટલમાં એક પછી એક બેઠકો યોજાઈ. જેની અધ્યક્ષતા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) રામ લાલ અને તેમના સહયોગી બી એલ સંતોષ અને વિજય પુરાણિકે કરી.
– પૂર્વ ઉર્જા મંત્રી મહાદેવ નાઇકે કહ્યું કે, અમે કહ્યું છે કે મુખ્યમંત્રીને પોતાના પદ પર રાખવા જોઈએ. તે સારા માટે હશે. તેઓ પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે અને ટૂંક સમયમાં કે બાદમાં સ્વસ્થ થઈ જશે. એ વાત પર કોઈ ચર્ચા નથી થઈ કે શું કોઈને પ્રભારી બનાવવામાં આવશે. હાઈકમાન્ડ તેની પર નિર્ણય લેશે.
– નોંધનીય છે કે, મુખ્યમંત્રી પારિકરે થોડા દિવસો અગાઉ ભાજપના અધ્યક્ષ અમિત શાહને વિનંતી કરતા કહ્યું હતું કે રાજયના નેતૃત્વ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે

/NAT-HDLN-congress-staked-claim-to-form-a-government-in-goa-gujarati-new
/NAT-HDLN-congress-staked-claim-to-form-a-government-in-goa-gujarati-new