Home >> Gujarat>>Saurashtra>>Rajkot
રાજકોટ: “તું પીળી સાડીમાં બહું સારી લાગતી હતી જો કહે તો
Source :     |  Last Updated: 2018-02-27 20:29:24

રાજકોટની ૨૫ ર્વિષય પરિણીતાને અમદાવાદના સાબરમતી કબીર ચોક કનૈયાલાલની ચાલીમાં રહેતાં દિપક અશોકભાઈ મિસ્ત્રીએ છેલ્લા ૧૮ પરિણીતાને મોબાઈલ ફોન પર બિભત્સ મેસેજ મોકલીને પજવણી કરતા અંતે ત્રાસી ગયેલી પરિણીતાએ પતિનો સાથે લઈને પોલીસ ફરિયાદ નોંધાવતાં બી ડિવીઝન પોલીસે આરોપી દિપકને ઝડપી લઈને ધરાર આશિકીનું ભુત ઉતારી ધરપકડ કરી હતી.

પોલીસના વર્તુળોમાંથી મળેલી વિગતો મુજબ ફરિયાદી પરિણીતા સીમા (નામ બદલ્યુ છે)નું પીયર આરોપી દિપકના બાજુમાં આવેલું છે. દિપક પરિણીતાના પરિવારજનોના પરિચયમાં હોવાથી પરિણીતાનો મોબાઈલ ફોન મેળવી લઈ ગત તા.૯થી પજવણી શરૃ કરી હતી. વોટસએપ પર ગુડર્મોિનગનો પ્રથમ મેસેજ મોકલ્યો હતો. બે દિવસ સુધી ર્મોિનગ મેસેજ મોકલ્યા પરંતુ અજાણ્યો નંબર હોવાથી મહિલાએ કોઈ રિપ્લાય આપ્યો ન હતો. ઢગાએ પોતાનો ફોટો મોકલતા મહિલાને ખ્યાલ પડયો કે આ વ્યક્તિ તો પોતાના પીયર અમદાવાદમાં રહેતો પાડોશી શખસ છે.

 
 
 
 

 

મોબાઈલ પજવણી અંગે મહિલાએ પોતાના પતિને વાત કરી હતી. ગુડ મોર્નિંગ મેસેજ બાદ ઢગો પ્રેમ ભરી શેરો શાયરી, લવ બર્ડસ ટાઈપ ફોટાઓ મોકલવા લાગ્યો હતો અને એથી આગળ વધી આઈ લવ યુ પણ લખી નાખ્યું. વોટસએપ ડીપીમાં સીમાને તારો ફોટો હોવાથી ચેટ કરતી વખતે પત્ની જોઈ ન જાય માટે ફોટો ચેંજ કરી નાખના પણ મેસેજ કર્યા હતા. સીમા અને તેનો પતિ દસ દિવસ પહેલા અમદાવાદ પીયરમાં લગ્નમાં ગયા હતા ત્યારે સીમાએ પીળી સાડી પહેરી હતી. ધરાર આશિક બનેલા દિપકે સીમાને ‘તું પીળી સાડીમાં બહુ સારી લાગતી હતી.’ સહિતના મેસેજ કર્યા હતા. સીમા તેના પતિને બધા મેસેજ વીશે ધ્યાન દોરતી હતી. સીમાના પતિએ મેેસેજ સાચવીને રાખવા કહ્યું હતું.

અંતે ઢગાએ પોતાની અસલિયત છતી કરીને સીમાને બિભત્સ ફોટા, સાવ નગ્ન ફોટા મોકલ્યા અને મેસેજ કર્યો કે આથી પણ સેકસી ફોટા મોકલું શરમાતી તો નથી ને ? આવી પજવણીના અંતે દંપતીએ મહિલા પોલીસને અરજી કરી અને તપાસ બાદ બી ડિવીઝન પોલીસમથકે ધરાર આશિક જેવા ઈસમ સામે બી ડિવીઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. દિપક પોતે પણ પરિણીત છે. અમદાવાદમાં મ્યુઝીકલ નાઈટ કે આવા પ્રોગ્રામમાં ઓક્ટો પેડ વગાડતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.


Keywords : ami,arvind,kadu,dhruv,ronu