Home >> Maharashtra >>Mumbai
કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નૌકાદળના અધિકારીઓને આડેહાથ લીધા
Source :     |  Last Updated: 2018-01-11 20:36:50

 ગડકરીએ નૌકાદળના અધિકારીઓ દ્વારા દક્ષિણ મુંબઈમાં રહેઠાણ માટે જમીનની માંગણીનો પણ કડક શબ્દોમાં ઈનકાર કર્યો હતો અને એક ઈંચ પણ જમીન ન આપવાનું સંભળાવી દીધું હતું.

નીતિન ગડકરીએ કહ્યું હતું કે, નૌકાદળની જરૂર સરહદ પર છે, જ્યાંથી આતંકવાદીઓ ઘુષણખોરી કરે છે. નૌકાદળના દરેક અધિકારી આલિશાન એવા દક્ષિણ મુંબઈમાં જ શા માટે રહેવા માંગે છે? તેઓ મારી પાસે આવ્યાં હતાં અને જમીનની માંગણી કરી હતી. હું તેમને એક ઈંચ પણ જમીન આપવાનો નથી. જેથી કરીને તેઓ ફરીથી મારી પાસે ના આવે. કેન્દ્રિય મંત્રીએ પશ્ચિમી નૌસૈનિક કમાન્ડના પ્રમુખ વાઈસ એડમિરલ ગિરિશ લૂથરાની હાજરીમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં આ વાત કરી હતી.

 
 
 
 

 

નૌકાદળે દક્ષિણ મુંબઈના માલાબાર હિલમાં એક તરતા પુલના નિર્માણ માટે મંજુરી આપવાનો ઈનકાર કરતા નીતિન ગડકરી અને નૌકાદળ વચ્ચે વિવાદ સર્જાયો હતો. સરકાર દ્વારા અહીં પાણીમાં એક તરતી હોટલ અને સીપ્લેન સેવા શરૂ કરવાની યોજના છે. આ ઘટનાક્રમને લઈને ગડકરીએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી.

મુંબઈમાં આવેલો દક્ષિણ મુંબઈ વિસ્તાર તદ્દન આલિશાન ગણવામાં આવે છે. જ્યાં ભારતીય નૌકાદળના અધિકારીઓ તેમના નિવાસસ્થાન માટે જગ્યા માંગી રહ્યાં છે. આ બાબતે તેમણે કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે ચર્ચા કરી હતી. આ મુદ્દે નીતિન ગડકરીએ એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે, બધા દક્ષિણ મુંબઈની મહત્વની જગ્યા પર જ ક્વાર્ટર અને ફ્લેટ બનાવવા માંગે છે. અમે નૌકાદળનું સંમાન કરીએ છીએ, પરંતુ તમારે પાકિસ્તાનની સરહદ પર ફરજ બજાવવી જોઈએ અને પેટ્રોલિંગ કરવું જોઈએ. કેટલાક મહત્વપૂર્ણ અને વરિષ્ઠ અધિકારીઓ મુંબઈમાં રહી શકે છે. ગડકરીએ ઉમેર્યુ હતું કે, પૂર્વી સમુદ્ર કિનારે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સંયુક્ત રૂપે વિકસીત કરવામાં આવી રહેલી જમીનનો ઉપયોગ સ્થાનિક નાગરિકોના લાભ માટે કરવામાં આવશે. ગડકરીએ નૌકાદળને કહ્યું હતું કે, અમે સરકાર છીએ. નૌકાદળ કે રક્ષા મંત્રાલય સરકાર નથી.


Keywords : hina,fatima