Home >> Gujarat>>Saurashtra>>Rajkot
રાજકોટ : હોસ્પિટલની બેદરકારીથી મહિલાનું મોત, રસ્તામાં જ પૂરો થયો ઓક્સિજન બોટલ
Source :     |  Last Updated: 2018-03-03 20:30:31

રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. ઓક્સિજન ન મળતા મહિલા દર્દીનું મોત નિપજ્યું છે. જેથી પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર પર ગંભીર આરોપ કર્યા છે કે, હોસ્પિટલની બેદરકારીને કારણે જ મહિલાનું મોત નિપજ્યુ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટની સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડ જેતપર રહેવાસી બેનાબેન રાઠોડ (ઉંમર 35 વર્ષ)ને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમનું સિટી સ્કેન કરવા જવાનું હતું. બેનાબેન ગંભીર હોવા છતાં સિટી સ્કેન કરાવવા જતા સમયે ડોક્ટર તેમની સાથે આવ્યા ન હતા. તેથી વોર્ડ બોયની સાથે મહિલાને સિટી સ્કેન કરવા મોકલાઈ હતી. આ સમયે જ પરિવાર દ્વારા ઓક્સિજનનો બોટલ ખાલી હોવાની જાણ વોર્ડ બોયને કરાઈ હતી. પરંતુ વોર્ડ બોય ચાલી જશે એમ કહીને સ્ટ્રેચર લઈને નીકળ્યો હતો. મહિલા રસ્તામાં જ હતી ત્યાં જ તેનો ઓક્સિજનનો બોટલ ખાલી થઈ ગયો હતો. ત્યારે મહિલાને ઈમરજન્સી વોર્ડમાં રીફર કરીને નવો ઓક્સિજનનો બોટલ આપવાના બદલે વોર્ડ બોય પ્લાન્ટમાં બોટલ લેવા દોડ્યો હતો. આ તરફ ઓક્સિજન વગર મહિલાએ તરફડીને જીવ ગુમાવ્યો હતો.દર્દીએ હોસ્પિટલની બેદરકારીને કારણે જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. તબીબની પણ બેદરકારી હોઈ પરિવારજનોએ પ્રદ્યમન નગર પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે. તો મહિલાના પરિવારજનોએ તબીબ અને પ્યુનની બેદરકારીથી મોત થયું હોવાનું જણાવીને લાશ ન સ્વીકારતા મામલો ગરમાયો હતો. બાદમાં પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરી પગલા લેવા માંગણી કરી હતી.


Keywords : eva,milan