Home >> Gujarat>>Madhya Gujarat >>Ahmedabad
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે રાજેન્દ્ર ત્રિવેદી, આવતીકાલે ભરશે ફોર્મ
Source :     |  Last Updated: 2018-02-16 20:21:55

ગુજરાત વિધાનસભાનું અઘ્યક્ષ પદ વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીને આપવાની જાહેરાત આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીત વાઘાણીએ કરી હતી. જેને પગલે વડોદરાના ભાજપી કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આવતીકાલે તેઓ વિધાનસભાના 18મા અધ્યક્ષ તરીકે ફોર્મ ભરશે.

 

વડોદરાના ધારાસભ્ય શ્રી @trajendrabjpજી ને વિધાનસભાના અધ્યક્ષ પદે વરણી થવા બદલ શુભેચ્છાઓ.

 

વિધાનસભાના ઈલેક્શન બાદ ભાજપે મંત્રીમંડળની જાહેરાત કરી હતી. જેમાં વડોદરાના કોઈ ધારાસભ્યો ન હોવાથી ભારે નારાજગી જોવા મળી હતી. વડોદરાના રાવપુરા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ પણ નારાજગી દાખવી હતી. તેથી નારાજ ધારાસભ્યને મનાવવા માટે ભાજપે તેમને વિધાનસભાનું અધ્યક્ષ પદ આપવાની જાહેરાત કરી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ એક નિવેદનમાં કહ્યું કે, આવતીકાલે રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભા અધ્યક્ષ માટે ફોર્મ ભરશે. તેઓ ગુજરાતની 14મી વિધાનસભાનાં 18માં અધ્યક્ષ માટે ફોર્મ ભરશે.

રાજેન્દ્ર ત્રિવેદી વડોદરાનાં રાવપુરાથી ભાજપનાં ધારાસભ્ય છે. તેમજ વ્યવસાયે તેઓ વકીલ છે. આ સમાચારથી તેમના સમર્થકોએ તેમના ઘરે જઈને ખુશી મનાવી હતી. આમ, રમણલાલ વોરા બાદ અધ્યક્ષ પદ માટે રાજેન્દ્ર ત્રિવેદી ફોર્મ ભરશે. જે રીતે ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગમાંથી મુખ્યમંત્રી અને ઉત્તર ભાગમાંથી નાયબ મુખ્યમંત્રીની પસંદગી કરાઈ છે, તેમ હવે મધ્ય ગુજરાતમાંથી વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કરાઈ છે.


Keywords : eva,milan