Home >> Gujarat>>Saurashtra>>Rajkot
રાજકોટ: ૩ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી કર્યા લગ્ન, અંતે ભાંડો ફુટ્યો
Source :     |  Last Updated: 2018-02-20 21:12:25

રાજકોટમાં એક નહીં બે નહીં ત્રણ- ત્રણ યુવતીઓ સાથે લગ્ન કરી છ વર્ષથી લીલા ચલાવતા પરેશ રમેશભાઈ ચુડાસમા રહે. શિવપાર્ક-૨ રૈયારોડના કરતુતોનો અંતે ભાંડા ફોડ થયો છે. કોઈની વ્હાલસોયીઓના જીવન બરબાદ કરનાર પુત્રના કારસ્તાનોમાં સાથ આપવાના આરોપસર માતા ઈન્દુબેન પરેશભાઈ પણ ફસાઈ છે. માતા-પુત્ર બંનેની પોલીસે ધરપકડ કરી વધુ આવા કોઈ કારનામાં કર્યા છે કે કેમ ? તે અંગે પુછતાછ સાથે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

મોબાઈલ રિચાર્જ, રિપેરીંગનું કામકાજ ધરાવતાં પરેશ મોચીએ આઠ વર્ષ પહેલા રિધ્ધી મુળજીભાઈ કોટક નામની સગીર છાત્રાને લપેટમાં લીધી હતી. રિધ્ધીને લઈને મુંબઈ નાસી ગયો હતો. રિધ્ધી ના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને બંનેને જે તે સમયે પોલીસે મુંબઈથી પકડયા હતા. પરેશ સામે બળાત્કાર સહિતની કલમનો ઉમેરો થયો હતો અને જેલ હવાલે થતાં ત્રણ માસ બાદ મુક્ત થયો હતો. હતો. જેલમાંથી છુટયા બાદ ફરી રિધ્ધી સાથે કોન્ટેક્ટમાં આવ્યો અને રિધ્ધી પુખ્ત થતાં બંનેએ ૨૦૧૧ની સાલમાં ગોંડલમાં કોર્ટ મેેરેજ કરી લીધા અને મુંબઈ રહેવા ચાલ્યા ગયા હતા. રિધ્ધીને રાજકોટ રહેવા આવવું હોય દંપતી વચ્ચે ખટરાગનો આરંભ થયો હતો અને રિધ્ધી બે વર્ષ બાદ રાજકોટ પિતાના ઘરે આવી ગઈ હતી. પતિ સામે ભરણપોષણ સહિતના કોર્ટ કેસ કર્યા હતા.

 
 
 
 

 

બે વર્ષના દામ્પત્ય જીવન દરમિયાન તેના પર રિધ્ધીના પિતાએ કરેલી ફરિયાદમાં ચાલી રહેલા બળાત્કારના કેસમાં સમાધાન કરવાનું છે કહીં કોરા સ્ટેમ્પ પેપરમાં સહીઓ કરાવી લીધી હતી. સમાધાનની સહીના સ્ટેમ્પ પેપરનો છુટ્ટાછેડા આપ્યાના કરાર તરીકે ઉપયોગ કરી રિધ્ધીની જાણ બહાર છુટયા છેડા લઈ લીધા હતા. છુટ્ટાછેડાની જાણ પણ થવા દીધી નહી અને ત્યારબાદ પણ પત્ની તરીકે સાથે જ રાખતો હતો. અંતે ગઈકાલે ખબર પડતાં છેતરાયેલી રિધ્ધીએ પતિના રૃપમાં રહેલા કારસ્તાની શખસ પરેશ અને તેની માતા ઈન્દુબેન સામે ગાંધીગ્રામ પોલીસમથકે ફરિયાદ નોંધાવતાં પી.આઈ. એચ.આર.ભાટુ, રાઈટર ભાનુભાઈ મિયાત્રા સહિતના સ્ટાફે ધરપકડ કરી પુછતાંછ આરંભી હતી.

બીજા લગ્નનું કારસ્તાન
બંને મુંબઈ રહેતા હતા એ બે વર્ષના ગાળામાં પરેશે પાડોશમાં રહેતી ધારા રજનીકાંતભાઈ વ્યાસને ફસાવી લીધી હતી. રિધ્ધી સાથે છુટ્ટા પડયા બાદ ૨૦૧૪માં ધારા સાથે લગ્ન કરી લીધા અને મુંબઈ એક વર્ષ ધારા સાથે પતિ તરીકે રહ્યો હતો. ધારાને માતા રાજકોટ હોવાથી રાજકોટ રહેવા જવાનું કહીંને અથવા તો માતાને અહીં મુંબઈ લઈ આવું કહીને માથાકુટો ચાલુ કરી હતી. ધારા સાથે પણ વાંધો પડતાં તરછોડીને રાજકોટ આવી ગયો હતો.

ત્રીજા લગ્ન તો રિચાર્જ કરવા આવેલી યુવતીને ફસાવીને કર્યા, અંતે ફુટયો ભાંડો
રાજકોટમાં ૧૫૦ ફુટ રીંગરોડ પર નાણાંવટી ચોકથી આગળ આવેલા મુરલીધર ચોકમાં ધ મોબાઈલ શોપ નામે મોબાઈલની દુકાન ચાલુ કરી હતી. દુકાન પર બે વર્ષ પહેલાં નંદીની હિમાંશુભાઈ આચાર્ય નામની યુવતી રિચાર્જ માટે આવી હતી તેને પરેશે જાળમાં ફસાવી હતી એકાદ મહિનો પ્રેમનો ટોળ કર્યો ફરવા લઈ જતો લગ્ન કરવા છે કહીં શારિરીક અડપલાઓ કરતો હતો. એક દિવસ ઘરે લઈ જઈ માતા ઈન્દુબેન સાથે ઓળખાણ કરાવી ઈન્દુબેને પણ હું પરેશ માટે યુવતી શોધું છું કહીં પુત્રના કારસ્તાનને મુક સહમતિ આપી હતી. યુવતીએ જ્ઞાાતિ અલગ હોવાથી યુવતીના પિતા માનશે નહીં એવું લાગતા પરેશે તા.૧૬/૯/૧૭ના રોજ કાગળોમાં સહીઓ કરાવી લીધી હતી. તા.૨૫/૯ના રોજ નંદીનીની કોલેજ પર ગયો અને ત્યાંથી ફરવા જવું છે કહીં નંદનીને અમદાવાદ, દિલ્હી, કુલ્લુ-મનાલી લઈ ગયો અને કહ્યું કે આપણા બંનેના લગ્ન થઈ ગયા છે. યુવતીએ પણ પિતાને ફોન કરીને કહીં દીધું કે લગ્ન કરી લીધા છે. એક સપ્તાહ બાદ તા.૨/૧૦ના રોજ પરત ફર્યા અને શિવપાર્કમાં બંને માતા ઈંદુબેન સાથે રહેવા લાગ્યા હતા. એકને એક પુત્રી હોવાથી નંદીનીના માતા-પિતાએ પણ લગ્ન સ્વીકારી લીધા અને ઘરે આવતા જતા થયા હતા.

થોડા દિવસ બાદ પરેશની માતા ઈંદુબેન પુત્રવધુ પર કામ સહિતની બાબતે ત્રાસ ગુજારવા લાગી હતી અને પરેશ પણ માતાનો પક્ષ લેવા માંડયો હતો. પરેશ કોર્ટે અવારનવાર જતો હતો પુછતાં કહેતો કે લેપટોપ રિપેરીંગના કામે જાય છે. નંદનીએ શંકા પડતાં પોતાની રીતે તપાસ કરતાં ખ્યાલ પડયો કે પતિ પરેશે પોતાની પહેલા રિધ્ધી અને ધારા સાથે લગ્ન કર્યા હતા અને જે કેસ બાબતે કોર્ટે જતો હતો. જે અંગે પરેશને વાત કરતાં મારકુટ કરી કોઈને કહીં તો તારા માતા-પિતાને પણ મારી નાખીશ કહીં ધમકી આપી મોં બંધ કરાવી નાખ્યુ હતું. બે માસ પહેલા પરેશે મુંબઈ ગયો હતો ત્યાંથી પરત આવતા પરેશનો મોબાઈલ પત્ની નંદીનીએ ચેક કર્યો હતો તો તેમા કોઈ યુવતીને કિસ કરતો હોય એવા ફોટા હતા જે બાબતે પરેશે પોતાની ફ્રેન્ડ હોવાનું કહીં ધમકાવી હતી. નંદીની અંતે પતિના સકંજામાંથી છુટી યુનીર્વિસટીમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પિતા હિમાંશુભાઈને ત્યાં પહોંચી હતી અને કાનુની સલાહ સાથે પોલીસ કમિશનરને સઘડી વાત વર્ણવતાં મહિલા પોલીસે પણ પરેશ અને તેની માતા વિરૃધ્ધ ગુનો નોંધ્યો હતો. લગ્ને લગ્ને કુંવારા પરેશના કારસ્તાને ભારે ચર્ચા સાથે યુવતીઓની જીંદગી બગાડાનારા સામે લોકોએ ફીટકાર પણ વરસાવ્યો.

ત્રણેય સાથે દામ્પત્યજીવન દરમિયાન સંતાનો ટાળ્યા
ભેજાબાજ પરેશે જો લગ્ન દરમિયાન સંતાનપ્રાપ્તિ થઈ જાય તો અઘરૃ થઈ પડે તેવો માનસિક ખ્યાલ જ હશે એ માટે ત્રણ-ત્રણ લગ્ન કર્યા ત્રણેય સાથે દામ્પત્યજીવન સહવાસ ગુજાર્યો પરંતુ ત્રણમાંથી એકને પણ માતા બનાવવાનું કે સંતાનોની ઉપ્તતિનું ટાળ્યુ હતું.


Keywords : eva,milan