Home >> India
J&K: સેનાની પેટ્રોલિંગ ટીમ પર આતંકી હુમલો, 3 જવાન ઘાયલ
Source :     |  Last Updated: 2017-07-08 09:18:05

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરાના હાઝિન વિસ્તારમાં આર્મીની પેટ્રોલિંગ ટીમ પર આતંકી હુમલો થયો છે. હુમલામાં ત્રણ જવાન ઘાયલ થયા છે. પુંછમાં પાકિસ્તાન દ્વારા ફરી સીઝફાયરનો ભંગ કરવામાં આવ્યો છે.
 
ફરી સીઝફાયરનું ઉલ્લંઘન
 
પુંછના ચક્કા ધ બાગ અને ખરી કરમારા વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાકિસ્તાની સેના દ્વારા મોર્ટારમારો અને ફાયરિંગ થઈ રહ્યું છે. ભારતીય સેના પણ આનો જડબાતોડ જવાબ આપી રહી છે.  ડિફેન્સ પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ મનીષ મહેતાએ જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા પુંછમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
 
વાણીની વરસી પર ઘાટીમાં હાઇએલર્ટ
 
હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી બુરહાન વાણીના મોતને એક વર્ષ થઈ ગયું છે, પરંતુ હજુ તેનું ભૂત કાશ્મીર સરકારને પરેશાન કરી રહ્યું છે. બુરહાનની પ્રથમ વરસી પર તણાવની શક્યતાને જોતા કાશ્મીર ઘાટીમાં હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે.
 
ત્રાલમાં કર્ફ્યૂ
 
પુલવામા જિલ્લાના બુરહાનના ગૃહનગર ત્રાલમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવી છે. પુલવામા, કુલગામ, શોપિયા અને અનંતનાગ જિલ્લામાં અનેક જગ્યા પર બુરહાનના સમર્થકો રોડ પર ઉતરી આવ્યા બાદ ત્રાલમાં અનિશ્ચિતકાળ માટે સંચારબંધી લાગુ કરી દેવાઈ છે. ત્રાલ તરફ જતી સડકો સીલ કરી દેવામાં આવી છે અને મોટી સંખ્યામાં સેના તથા પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે.

Keywords : gujarat, modi, rupani cm pm #priya #lalu