Home >> Gujarat>>Uttar Gujarat >>Palanpur
બનાસકાંઠા: રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, ગાડીનો કાચ તૂટ્યો
Source :     |  Last Updated: 2017-08-04 19:00:19

શુક્રવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની બનાસકાઠાના પુરપ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. રાહુલની મુલાકાત દરમિયાન તેમનાં કાફલા પર પથ્થરમારો પણ થયો હતો. પ્રદર્શન દરમિયાન મોદી મોદીનાં નારા લાગ્યા હતા. પથ્થરમારામાં રાહુલ ગાંધીની ગાડી ટુટી ગઇ હતી. અચાનક થયેલ હૂમલામાં રાહુલ ગાંધીનો આબાદ બચાવ થયો હતો.
જો કે હૂમલા બાદ રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાષપ રચીત ષડયંત્ર છે. રાહુલે કહ્યું કે ચૂંટણી પહેલા આ ભાજપનો ગભરાટ દેખાડે છે. કોઇ નેતા પર પથ્થરમારા જેવું કૃત્ય ભાજપ કેટલી હદે ગભરાયેલું છે તે દેખાડે છે. જો કે ભાજપ ગમે તેટલા પ્રયાસો કરે અમે ડરવાનાં નથી. સત્ય ક્યારે પણ ડરતું નથી. અને અસત્ય હંમેશા પાછળથી હૂમલો કરે છે.
બનાસકાંઠા જિલ્લાના પૂર પીડિતોને મળવા આવેલા રાહુલ ગાંધી આજે ધાનેરા એપીએમસી ખાતે દુકાનદારો મળવા પહોંચ્યા હતાં જ્યાં સ્થાનિક લોકોએ કાળા વાવટા ફરકાવીને તેમનો વિરોધ કર્યો હતો. આ સમયે ટોળાંમાંથી કોઈએ રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંક્યો હતો. પથ્થરને કારણે તેમની કારનો કાચ તૂટી ગયો હતો અને એસપીજીના એક જવાનને હાથે ઈજા થઈ હતી.
ગુજરાતમાં કાયદો વ્યવસ્થા ખરાબ: એહમદ પટેલ
રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો અંગે એહમદ પટેલે પ્રતિક્રિયા આપી હતી જેમાં કહ્યું હતું કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા ખરાબ છે. પટેલે ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા હતાં. જ્યારે ભરતસિંહ સોલંકીએ પણ પથ્થરમારાની ઘટનાનો વખોડી હતી.
રાહુલ ગાંધીને બૂલેટપ્રૂફ કાર ઓફર કરી હતી: નીતિન પટેલ
રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો તેના પર ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રતિક્રિયા આપી હતી જેમાં કહ્યું હતું કે રાહુલ ગાંધીને પ્રોટોકોલ મુજબ બૂલેટપ્રૂફ કાર ઓફર કરવામાં આવી હતી. જોકે, રાહુલ ગાંધીએ બૂલેટપ્રૂફ કાર સ્વીકારનો ઇન્કાર કર્યો હતો. રાહુલ ગાંધીની કાર પર કોઈએ પથ્થરમારો કર્યો તે યોગ્ય નથી, કોઈએ વિરોધ કરવો હોય તો વિવેકથી કરી શકે છે.
રાહુલ ગાંધીને બૂલેટપ્રુફ કાર આપી છતાં પક્ષની કારમાં બેઠા: એસપી
રાહુલ ગાંધી બનાસકાંઠાની મુલાકાતે આવવાના હતા જેના માટે ધાનેરા સહિતની જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા હતા. જ્યાં રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારા અંગે બનાસકાંઠા એસપી નીરજ બડગુજરે જણાવ્યું હતું કે પોલીસે પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. રાહુલ ગાંધી વારંવાર પોતાની કાર રોકી સાહસ કરતા હતાં. રાહુલને બુલેટપ્રુફ કાર આપી હોવા છતાં તેઓ પક્ષની કારમાં બેઠા હતાં.
ભાજપના ઈશારે હુમલો થયોઃ કોંગ્રેસ
- રાહુલ ગાંધી કારમાં હેલિપેડ જતાં હતા ત્યારે પથ્થરમારો થયો
- પથ્થરમારામાં રાહુલ ગાંધીની કારનો કાચ તોડ્યો
- લાલચોકથી હેલિપેડ જતી વખતે પથ્થર ફેંકાયો
- રાજ્ય સરકારની સુરક્ષામાં છીંડા જોવા મળ્યા
- પથ્થરમારો થતાં એસપીજી જવાનને હાથે ઈજા પહોંચી
- રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલાને કોંગ્રેસે વખોડ્યો
- હુમલો ભાજપે કરાવ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
- ધાનેરાથી પરત હેલિપડ પર જતાં રાહુલ ગાંધીના કાફલા ઉપર પથ્થરમારો
- પથ્થરમારા બાદ રાહુલ ગાંધીએ કાર બદલી
- રાહુલે કહ્યું હતું કે, પથ્થરમારો કરવાથી અને મોદી મોદીના નારાથી અમે પાછા હટવાની નથી
- ધાનેરા મામલતદાર કચેરી યુવા કોંગ્રેસના કાર્યકરોનો હંગામો
- રાજકીય નેતાના ઈશારે ગાડી પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ

Keywords : rahul gandhi congress bjp modi vijay rupani cm gujarat


 

Gujarat
ભાજપ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ: 70 નામો, જાણૉ કોને રિપિટ કર્યા? અને તેમાંથી કોંગ્રેસના કેટલા?
ભાજપ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ: 70 નામો, જાણૉ કોને રિપિટ કર્યા? અને તેમાંથી કોંગ્રેસના કેટલા?
Facebook
Entertainment

Facebook
Lifestyle

Facebook
Sports

Facebook
Religion

Facebook