Home >> Gujarat>>Saurashtra>>Rajkot
ગોંડલઃ SSCમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા, પરિવારમાં ઘેરો શોક
Source :     |  Last Updated: 2018-03-10 21:04:53

ગોંડલ શહેરના કૈલાસબાગ સોસાયટીમાં રહેતી અને એસએસસીમાં અભ્યાસ કરતી લુહાર યુવતીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ કૈલાસબાગ સોસાયટીમાં રહેતા અને ડીસ કનેકશનનો વ્યવસાય કરતા કિશોરભાઈ ચિત્રોડાની પુત્રી યુકતા(ઉ.૧પ) બપોરના સુમારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની તપાસ સીટી પોલીસના જમાદાર પ્રતિપાલસિંહ જેઠવા અને પરવેઝભાઈ સમાએ હાથ ધરી હતી.

 
 
 
 

 

સોમવારથી એસએસસી બોર્ડની પરીક્ષા શરૃ થઈ રહી હોય આશાસ્પદ યુવતીએ પરીક્ષા પહેલા જ સ્યુસાઈડ કરી લેતા શહેરના વાલી વર્તુળમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. યુકતા બે બહેનોના પરિવારમાં નાની હતી. તેના પિતા કિશોરભાઈ દિલ્હીમાં પ્રદર્શન જોવા ગયા હોય માહિતી મળતા તુરત ગોંડલ દોડી આવ્યા હતા.યુકતાના માતા નાની બજારમાં ડ્રીમલેડી બ્યુટી પાર્લર ચલાવતા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

બે ત્રણ દિવસ પહેલા હાથમાં બ્લેડના છરકા માર્યા હતા
યુકતાએ બે ત્રણ દિવસ પહેલા હાથમાં બ્લેડના છરકા માર્યા હોય પોલીસે ઈન્કવેસ્ટમાં નોંધી તે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી.


Keywords : dipak,anita,khushi,om