Home >> Sports>>Cricket
ના કોઇ છે, ના કોઇ હતું.. ક્રિકેટમાં દ્રવિડ જેવું'
Source :     |  Last Updated: 2018-01-12 22:23:35

ભારતીય ક્રિકેટની દિવાલ ગણાતા રાહુલ દ્રવિડ આજે 45 વર્ષના થયા છે. 1996થી લઇને 2012 સુધી દ્રવિડ ભારતીય ક્રિકેટનો મજબુત આધાર રહ્યાં છે. એક એવો ખેલાડી છે કે જેણે ટેસ્ટે ક્રિકેટ અને વન ડે ક્રિકેટમાં એકસમાન નામના મેળવી છે. ક્રિકેટમાંથી નિવૃત્ત લીધા બાદ પણ ક્રિકેટ સાથે સંકળાયેલા રહ્યાં. ભારતીય વોલ ગણાતાં દ્રવિડ હાલમાં યુવા ક્રિકેટરોની શોધ કરી રહ્યાં છે.

અંડર-19 ટીમના કોચ રાહુલ દ્રવિડે ભવિષ્યના ખેલાડીઓ સાથે જન્મદિવસની ઉજવણી કરી. રાહુલ દ્રવિડે પોતાના ડેબ્યુ પછી સતત 94 ટેસ્ટ રમી એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. રાહુલ દ્રવિડને ભારતીય ક્રિકેટની દિવાલ કેમ કહેવામાં આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે તેણે સૌથી વધુ રન ચૌથી ઇનિંગ્સમાં બનાવ્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં ચૌથી ઇનિંગ્સમાં કોઇપણ બેટસમેન દ્રવિડ કરતાં આગળ નથી. રાહુલ દ્રવિડે ક્રિકેટમાં નંબર ત્રણ પર બેટિંગ કરતાં 10,000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન હતા. દ્રવિડે 291 ઇનિંગ્સમાં 10,524 રન બનાવ્યા હતા. રાહુલ દ્રવિડ ટેસ્ટ ક્રિકેટમાં દરેક દેશમાં રમી સદી ફટકારનાર પ્રથમ બેટસમેન હતા.

રાહુલ દ્રવિડ વિશ્વ ક્રિકેટમાં સૌથીવધુ ટેસ્ટ કેચ ઝડપનાર ખેલાડી છે. દ્રવિડે જ્યારે નિવૃત્તિ જાહેર કરી ત્યારે તેને 210 કેચ પકડયા હતા. રાહુલ દ્રવિડને મહાન દિવાલની ઉપાધી સચિન તેંડૂલકરે આપી હતી. તો વિરેન્દ્ર સહેવાગે દ્રવિડને ચીનની દિવાલ કરતાં પણ મજબૂત દિવાલ કહ્યું હતું.


Keywords : vira,monu,sonal