Home >> More>>Science & Technology
મંગળ પર જીવન શક્ય નથી
Source :     |  Last Updated: 2017-12-22 22:59:23

મંગળ ગ્રહ પર જીવન છે કે નહીં, આ વાતને લઈને હાલમાં જ ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નવો દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મંગળની સપાટીએ તેના પર મૌજૂદ પાણીને શોષી લીધું છે અને આ જ કારણ છે કે તે મનુષ્યો માટે રહેવા લાયક નથી. યુનિવર્સિટીના અર્થ સાયન્સ વિભાગ તરફથી કરવામાં આવેલી નવી શોધમાં ગ્રહની પરિસ્થિતિઓમાં થયેલા અતિસૂક્ષ્મ ફેરફારને રજૂ કર્યા છે. આ લાલ ગ્રહ પર લગભગ 3 અરબ વર્ષો પહેલા ધરતીની જેમ પાણી હતું, પરંતુ આધુનિક સમયમાં મંગળ વેરાન અને સૂકો બની ગયો છે. 

ધ ઈન્ડિપેન્ડન્ટની રિપોર્ટ મુજબ, વૈજ્ઞાનિકોએ મંગળ પર પાણી સાથે શું થયું તેને લઈને એક વિચાર રજૂ કર્યો છે. પહેલાની શોધોમાં આ વાત સામે આવી હતી કે મંગળના ચુંબકીય ફિલ્ડના તૂટી ગયા બાદ તળીયાએ પાણી શોષી લીધું. જોકે નવી શોધમાં યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો જણાવે છે કે પાણી હજુ પણ અંદર મૌજૂદ છે, પરંતુ તે રાસાયણિક પ્રતિક્રિયાના કારણે તળિયામાં દબાયેલું છે. 

વૈજ્ઞાનિક પત્રિકા નેચરમાં છપાયેલી રિપોર્ટ મુજબ મુખ્ય શોધકર્તા ડો. જોન વેડ કહે છે કે, મંગળ પર પાણી જ્વાળામુખીમાં ફસાયેલું છે. જેનાથી લાવા સ્પંજની જેમ દેખાઈ રહ્યો છે. પાણી અને પથ્થરોની વચ્ચે પ્રતિક્રિયાને કારણે ગ્રહની જમીન સૂકાઈ ગઈ છે, જેનાથી અહીંયાની પરિસ્થિતિ માનવોના કહેવા લાયક નથી રહી. ડો. જોન જણાવે છે કે ધરતી અને સોલર સિસ્ટમમાં મંગળ સહિત અન્ય ગ્રહો વચ્ચે નાનું અંતર છે. આ જ કારણ છે કે ધરતી પર જીવનનું વાતાવરણ છે અને અન્ય ગ્રહો પર નથી. ડો. જોને કહ્યું, સૌથી મોટું અંતર આ છે કે મંગળની ઉપરના સ્તર પર વધારે આયર્ન છે. 

આ નવી શોધમાં વૈજ્ઞાનિકોએ મંગળ પર મૌજૂદા પથ્થરો ધરતીના મુકાબલે પાણીને 25 ટકા વધારે રોકીને રાખી શકે છે. આ પથ્થરો પાણીને ગ્રહના આંતરિક હિસ્સામાં મોકલી દે છે. મંગળ ગ્રહ પર જીવનની શોધ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોનું મુખ્ય ધ્યાન હંમેશા પાણીની માત્રા પર જ રહ્યું છે.


Keywords : nora,piyu,mauli