Home >> India
પીએનબી’ના કૌભાંડીઓએ અરુણ જેટલીની પુત્રીને ચુકવી તગડી ફી
Source :     |  Last Updated: 2018-03-12 21:01:06

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)માં આકાર પામેલા રૂ. 12,700 કરોડના કૌભાંડ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નાણાપ્રધાન અરુણ જેટલી સીધેસીધા નિશાન બનાવતાં ટ્વિટ કરી જણાવ્યું છે કે જેટલી તેમની પુત્રને બચાવવા માટે મૌન બેઠા છે. તેમની પુત્રીને કૌભાંડના આરોપીએ તગડી ફી ચુકવી છે.રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કૌભાંડનો પર્દાફાશ થયાના એક મહિના અગાઉ આ ફી ચુકવવામાં આવી હતી. સીબીઆઈએ તપાસ માટે અન્ય કાયદાકીય પેઢીઓ પર દરોડા પાડ્યા છે, પરંતુ અરુણ જેટલીની પુત્રીની ઓફિસે કોઈ જ કાર્યવાહી કરાઈ નથી.

 
 
 
 

 

આમેય રાહુલ ગાંધી નીરવ મોદીના કૌભાંડ મુદ્દે મોદી સરકાર પર ભારે આક્રમક રહ્યા છે. મોદી અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ મુદ્દે નરેન્દ્ર મોદી મૌન છે. કારણ કે તેઓ પોતે જ ભ્રષ્ટાચાર છે. વડાપ્રધાન મોદી બાળકો સાથે બે કલાક વાત કરી શકે છે, પરંતુ નીરવ મોદી મુદ્દે બે મિનિટ પણ વાત નથી કરતાં


Keywords : rina,maulik,bhumika