Home >> India
જસ્ટિન ટ્રુડો માટે પાથરી લાલ જાજમ, PM મોદીએ ભેટીને ઉષ્માભેર કર્યું સ્વાગત
Source :     |  Last Updated: 2018-02-23 20:15:04

ભારતની એક સપ્તાહની મુલાકાત પર આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું શુક્રવારના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરાયું. કેનેડાના વડાપ્રધાન ટ્રુડોની ભારત મુલાકાતનો આજે છઠ્ઠો દિવસ છે. કેનેડાના પીએમ ટ્રુડોનું રાષ્ટ્રપતિ ભવનમાં શાનદાર સ્વાગત કરાયું. આપને જણાવી દઇએ કે પીએમ ટ્રુડોની ભારત મુલાકાત ખૂબ જ વિવાદોમાં છે. ગુરૂવારના રોજ ખાલિસ્તાની આતંકીની સાથે કેનેડાના પીએમની પત્નીની તસવીર આવ્યા બાદ ઘણો વિવાદ થયો હતો.

પીએમ મોદી દ્વારા ટ્રુડોને એરપોર્ટ પર રિસીવ ના કરવાને લઇને ઘણી ચર્ચા થઇ હતી. હવે આખરે શુક્રવારના રોજ પીએમ મોદી અને પીએમ ટ્રુડોની મુલાકાત થઇ. જસ્ટિન ટ્રુડો અહીં પોતાની પત્ની સોફી અને બાળકો સહિત હાજર હતા. કેનેડાના પીએમને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઑનર અપાયું. શુક્રવારના રોજ ટ્રુડો અને મોદી દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. પીએમ મોદીએ ટ્રુડો અને તેમના પરિવારની સાથે તસવીરો પણ ખેંચાઇ.


Keywords : om,payal,pinal