Home >> Gujarat>>Daxin Gujarat >>Surat
જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી પ્રૌઢનો આપઘાત
Source :     |  Last Updated: 2018-03-01 19:48:04

રાજ્યભરમાં વ્યાજખોરોએ આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે.  બેફામ વસુલાતા વ્યાજખોરોના ત્રાસને કારણે રાજ્યમાં વધું એક વ્યક્તિની જિંદગી હોમાઈ ગઈ છે. જામનગરમાં વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પીને એક પ્રૌઢે આપધાત કરી લીધો. મૃતક બટુકભાઈ પટેલે લખી સ્યુસાઈડ નોટમાં વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કરતાં, 9 વ્યાજખોરોના નામ બહાર આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં સુરત, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. વ્યાજખોરો વસુલી માટે દબાણ કરી રહ્યા છે. વ્યાજખોરો સામે સામાન્ય માણસ લાચાર બન્યો છે.

 
 
 
 

 

અગાઉ સુરતમાં પણ એક પરિવારે આપઘાત કર્યો હતો. સુરત વરાછાના દુકાનદારે આપઘાત પણ કર્યો હતો. વ્યાજખોરોથી કંટાળી દુકાનદારે આપઘાત કર્યો હતો. દુકાનદારે વ્યાજખોરોને 21.25 લાખ વ્યાજ ચુકવ્યું હતું.

મૃતક બટુકભાઈએ વ્યાજ પર પેનલ્ટી માટે પઠાણી ઉઘરાણી કરાતી હોવાનો આરોપ મૂક્યો હતો. રાજકોટમાં એક મહિનામાં 69 અરજીઓ આવી છે. પોલીસે અરજીઓ સામે 24 જેટલી ફરિયાદ નોંધી છે. એક બાદ એક વ્યાજખોરોની પુછપરછ શરૂ કરવામાં આવી છે.


Keywords : bina,mukesh,keyur