Home >> India
સત્તા સરકી જતાં નાગાલેન્ડના પૂર્વ મુખ્યપ્રધાનને પડ્યો બેવડો માર
Source :     |  Last Updated: 2018-03-12 20:58:29

વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાના એક જ અઠવાડિયા પછી નાગાલેન્ડના મુખ્યપ્રધાનને બેવડો માર સહન કરવો પડ્યો છે. એક તો રાજ્યના મુખ્યપ્રધાન ટી.આર.જેલિઆંગ ચૂંટણી હારી ગયા છે અને બીજું તેમને એનઆઈએ સમન્સ પાઠવ્યું છે. સમન્સમાં તેમને 13 માર્ચે દિલ્હીમાં એનઆઈએ સમક્ષ હાજર થવા જણાવવામાં આવ્યું છે.

નાગાલેન્ડના આતંકવાદી સંગઠનો દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગ પાસેથી વેરાની વસુલાત તથા અન્ય આરોપ અંગે પૂછપરછ માટે જેલિઆંકને સમન્સ પાઠવવામાં આવ્યું છે. એનઆઈએ આ સાથે ગેરકાયદેસરની ચૂકવણીના દસ્તાવેજો રજૂ કરવા પણ જણાવ્યું છે.

 
 
 
 

 

એનઆઈએના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન એનએસસીએનના ખાપલાંગ જૂથને રાજ્ય સરકારના ભંડોળમાંથી ચુકવણી કરવા અંગેની તપાસમાં જેલિઆંગનું નામ પણ ઉપસી આવ્યું છે. આ અગાઉ એનઆઈએએ નાગાલેન્ડ સરકારના ચાર અધિકારીઓની ધરપકડ પણ કરી છે.

એનઆઈએની તપાસમાં જાણવા મળ્યું હતું કે રાજ્ય સરકારના અધિકારીઓએ એનએસસીએન (કે)ને સરકારી તિજારીમાંથી ચાર વર્ષમાં રૂ. 20 કરોડ આપ્યા હતાં. એનઆઈએ ચુકવણીની રસિદો અને રજિસ્ટર પણ જપ્ત કર્યા છે. તેના પરથી જાણવા મળ્યું હતું કે રાજ્ય સરકારના અધિકારીઓ ગેરકાયદેસરની વસુલાત માટે આંતકવાદી જૂથ સાથે મળી ગયા હતાં.


Keywords : rina,maulik,bhumika