Home >> Maharashtra >>Mumbai
મુંબઈ દુર્ઘટના: જીવ બચાવવાને બદલે પબનો સ્ટાફ ભાગી ગયો
Source :     |  Last Updated: 2017-12-29 21:26:59

પબમાં આગ લાગતાં 15 લોકો ભડથું થઈ ગયા

મુંબઈના કમલા મિલ કમ્પાઉન્ડમાં આવેલી રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગના બનાવમાં મોટી લાપરવાહી બહાર આવી છે. પોલીસ અને બીએમસીના અધિકારીઓના જણાવ્યા મુજબ જે 1-Above પબમાં આગ લાગી હતી, તેમાં આગથી બચવા માટેના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તપાસ અધિકારીઓના મતે જે પબમાં આગ લાગી હતી, તેમાં દબાણ કરવામાં આવ્યું હતું અને તેને લીધે ઈમર્જન્સી એક્ઝિટનો દ્વાર પણ બંધ હતો. જેને પગલે દુર્ઘટના વખતે લોકોને બહાર નિકળવામાં મુશ્કેલી પડી હતી અને જોતજોતામાં 15 લોકો ગૂંગળાઈ જવાથી ભડથું થઈ ગઈ હતી. 

પોલીસે ક્રાઈમ રિપોર્ટમાં જણાવ્યું હતું કે દુર્ઘટના વખતે પબના મેનેજર અને અન્ય સ્ટાફ લોકોને બચાવવાને બદલે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે વધુમાં ઉમેર્યું કે, ‘ પબ દ્વારા સાવચેતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું નહતું. આ ઉપરાંત આગ લાગવાની સ્થિતિમાં સુરક્ષિત બહાર નિકળવા માટે મેનેજમેન્ટે કોઈ વ્યવસ્થા કરી નહતી.’ પોલીસે રિપોર્ટમાં જણાવ્યું હતું કે ઈમર્જન્સીની સ્થિતિમાં બહાર નિકળવા માટે બનાવાયેલા દરવાજામાં અનેક ખામીઓ હતી. 

રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ‘પબ મેનેજમેન્ટની બેદરકારીને લીધે 15 ગ્રાહકોનો જીવ ગયો હતો અને તમામ અન્ય લોકો ઘવાયા હતા.’ પોલીસે જણાવ્યું કે દુર્ઘટના વખતે લોકોના જીવ બચાવવાને બદલે મેનેજર અને સ્ટાફ ભાગી ગયો હતો. જો કે બીએમસીના એક અધિકારીએ બચાવ કરતા કહ્યું કે આ પબ સામે નિયમોના ઉલ્લંઘન બદલ ત્રણ વખત કાર્યવાહી કરવામાં આવી હતી. 

અધિકારીના જણાવ્યા મુજબ આ પબમાં બીએમસી દ્વારા ઓક્ટોબર 2016માં આગથી બચાવ તેમજ અન્ય સુરક્ષા વ્યવસ્થાનું સર્ટિફિકેટ અપાયું હતું. ગેરકાયદે બાંધકામ અને અન્ય નિયમોના ઉલ્લંઘન બદલ બીએમસીએ 1 Above પબ પર 27મેના પગલાં લીધા હતા. આ પબ વિરુદ્ધ ખુલ્લી જગ્યાનો કોમર્શિયલ વપરાશ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.


Keywords : kina,roja,khushi