Home >> Health & Life Style>>Lifestyle news
પતંગ ચડાવતા સમયે કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ.
Source :     |  Last Updated: 2018-01-11 21:16:54

મકરસંક્રાતિને ભારતમાં તહેવારના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસે સ્વાદિષ્ટ ભોજનની સાથે પતંગ ઉડાવવામાં આવે છે. પતંગ ચડાવતા સમયે અનેક એવી ઘટનાઓ બને છે જેનાથી ઘણાંના જીવ પણ જોખમમાં મૂકાઇ જાય છે. તો આવો જોઇએ પતંગ ચડાવતા સમયે કઇ બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ.

•જે અગાશી પર ઉંચી બાઉંન્ડ્રીવો હોય, ત્યાં પતંગ ઉડાવો. તેમજ તમે ખુલ્લા મેદાનમાં પણ પતંગ ચડાવી શકો છો.
• કાચથી કોટેડ કે ધાતુના તાર વાળી દોરી શાર્પ હોય છે. તમે કાચથી રંગેલી દોરીની જગ્યાએ સાધારણ કોટનના દોરાથી બનેલી દોરીનો ઉપયોગ કરી શકો છો.
• જો તમારો પતંગ મોટો છે. તો હેન્ડ ગ્લવ્સ જરૂરથી પહેરો. જેથી તમને હાથમાં કોઇ ઇજા ન થાય.
• પતંગની દોરી ફક્ત તમારા હાથને નુક્શાન નથી પહોંચાડતી પરંતુ તેનાથી હાથમાં ચીરા પડવાની સાથે રસ્તા પર જઇ રહેલા લોકોનો જીવ પણ જોખમમાં મૂકાઇ જાય તેવી ઘટનાઓ બને છે.
• ઘણીવાર દોરી રસ્તા પરથી જઇ રહેલા વાહનમાં ફસાઇ જવાથી પણ અકસ્માત સર્જાવવાની ઘટનાઓ સામે આવી છે.
• કોઇ અઇચ્છનીય ઘટના ન ઘટે તે માટે ટૂ-વ્હીલર પર હેલમેટ પહેરીને વ્હીકલ ચલાવો. હેલમેટના કાચને પણ બંધ કરી દો. જેથી તમારી આંખો પણ બરાબર કવર કરી શકાય.
• પતંગને ક્યારેય પાવર લાઇન કે વીજળીના થાંભલાની નજીક ન ઉડાવો. કારણકે કદાચ જો તમારી દોરી પલળી ગઇ હોય અને પાવર લાઇન સંપર્કમાં આવે તો જીવલેણ સાબિત થઇ શકે છે.
• મકરસંક્રાતિએ હજારો પક્ષીને ધારદાર દોરીથી ઇજા થાય છે. પંતગથી મૂંગા પક્ષીઓનો જીવ ન જાય તેનું ધ્યાન રાખવું જોઇએ.
• પતંગ ચડાવ્યા બાદ વધારાની દોરીને આમ-તેમ ન ફેંકો. નહીં તો તેનાથી અનેક સમસ્યાઓને નિમંત્રણ આપી શકે છે.
• બાળકો માટે યોગ્ય હશે કે તે માતા-પિતા કે અન્ય મોટા લોકોની દેખરેખમાં પતંગ ચડાવે.


Keywords : nihar,kamlesh