Home >> World>>Rest of World
કાબુલમાં ઇન્ડિયન એમ્બેસી નજીક બ્લાસ્ટ, 80નાં મોત, 350 ઘાયલ
Source :     |  Last Updated: 2017-05-31 17:36:41

Kabul blastકાબુલ: અહીંયા ઇન્ડિયન એમ્બેસીની નજીક બુધવારે સવારે મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હતો. અફઘાનિસ્તાનની હેલ્થ મિનિસ્ટ્રીએ આ બ્લાસ્ટમાં 80 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા અનુસાર 350 લોકો ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અત્યાર સુધીમાં થયેલો આ સૌથી ગંભીર હુમલો છે. કાબુલમાં થયેલા બ્લાસ્ટમાં BBCના એક ડ્રાઇવરનું મોત થયું છે અને ચાર જર્નાલિસ્ટ્સ ઘાયલ થયાં છે.
 
પીએમ નરેન્દ્ર મોદીએ કાબુલમાં થયેલા બ્લાસ્ટ માટે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તમામ પ્રકારના આતંકવાદ સામેની લડાઇમાં ભારત અફઘાનિસ્તાની પડખે ઊભું છે. આતંકવાદને સપોર્ટ કરી રહેલાં તમામ પરિબળોને નાથવાની જરૂર છે.
 
આ બ્લાસ્ટ ઇન્ડિયન એમ્બેસીથી માત્ર 50 મીટરના અંતરે જર્મન ગેટમાં થયો હતો. એમ્બેસીના સ્ટાફના તમામ કર્મચારીઓ સલામત છે. જોકે, બ્લાસ્ટની અસરના કારણે એમ્બેસીની બારીઓના કાચ તૂટ્યાં છે અને એમ્બેસીના બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે. કાબુલમાં ઇન્ડિયન એમ્બેસેડર મનપ્રીત વોહરાએ જણાવ્યું કે, અમારી બિલ્ડિંગ સહિત આજુબાજુની બિલ્ડિંગોને પણ ઘણું નુકસાન થયું છે પરંતુ અમારો સ્ટાફ સલામત છે.
 
વિદેશમંત્રી સુષમા સ્વરાજે પણ ટ્વીટ કરીને એમ્બેસીનો સ્ટાફ સલામત હોવા માટે ઇશ્વરનો આભાર માન્યો છે.  આ પહેલા 13 મે ના રોજ કાબુલમાં એક કાર પર હાથગોળાથી કરવામાં આવેલા હુમલામાં 3 સામાન્ય નાગરિકોનાં મોત થયાં હતાં. ગૃહ મંત્રાલયના ઉપપ્રવક્તા નજિબ દાનિશે જણાવેલું કે મૃત્યુ પામનારાઓમાં પાણી પુરવઠા વિભાગની બે મહિલા કર્મચારીઓ અને એક નાનું બાળક હતું. દાનિશે જણાવેલું કે કારચાલક ઘાયલ થયો છે અને કોઇપણ સમૂહે આ હુમલાની જવાબદારી લીધી નથી. આ ઉપરાંત માર્ચમાં પણ કાબુલમાં સેનાની હોસ્પિટલમાં ડોક્ટરોના વેશમાં આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં 30થી વધુ લોકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી હતી. 

Keywords : kabul


 

Gujarat
હાર્દિકના ખાસ ગણાતા દિનેશ બાંભણિયાએ છોડ્યું PAAS
હાર્દિકના ખાસ ગણાતા દિનેશ બાંભણિયાએ છોડ્યું PAAS
Facebook
Entertainment

Facebook
Lifestyle

Facebook
Sports

Facebook
Religion

Facebook