Home >> Exclusive
તમામ મેલ-એકસ્પ્રેસના થર્ડ એસીમાં દિવ્યાંગો માટે લોઅર બર્થ રહેશે
Source :     |  Last Updated: 2017-07-09 18:18:23

નવી દિલ્હી: દિવ્યાંગ લોકોને થર્ડ એસીમાં નીચેની બર્થ મેળવવામાં હવે કોઇ મુશ્કેલી નહીં નડે કારણકે, ભારતીય રેલવેએ તેમની સુવિધા માટે થર્ડ એસી અને એક્સપ્રેસ ટ્રેનોમાં નીચેની બર્થ આરક્ષિત કરી દીધી છે. હાલમાં દિવ્યાંગો માટે ફક્ત સ્લીપર કોચમાં જ આવી આરક્ષણની સુવિધા છે.
 
દિવ્યાંગ લોકો માટે રેલવે-સ્ટેશન પર પ્રવેશ માટે પણ વિશિષ્ટ વ્યવસ્થા
 
- રેલવે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ટ્રેનોના થર્ડ એસી કોચમાં દિવ્યાંગો માટે નીચેની બર્થ આરક્ષિત કરવામાં આવશે, જેના માટે જરૂરીસોફ્ટવેર ડેવલપ કરવામાં આવી રહ્યું છે.
- તેમણે જણાવ્યું કે રેલવે દ્વારા ટુંક સમયમાં આ બાબતે જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત, દિવ્યાંગ લોકોની સુવિધા માટે રેલવે સ્ટેશનો પર પ્રવેશ માટે પણ વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
 
પેરા એથલીટ સુવર્ણા રાજને ટ્રેનમાં ઉપરની બર્થ મળતા થઇ હતી મુશ્કેલી
 
- તાજેતરમાં થયેલી એક ઘટનામાં વ્હીલચેર પર બેઠેલી એક એથલીટને નીચેની બર્થ મેળવવામાં ખૂબ તકલીફ પડી હતી.
- ઉપરની બર્થ મળવાના કારણે મેડલ વિજેતા પેરા-એથલીટ સુવર્ણા રાજને નાગપુર-નિજામુદ્દીન ગરીબ રથ એક્સપ્રેસમાં જમીન પર સૂઇ જવું પડ્યું હતું. ત્યારે રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.
- વ્હીલચેર પર બેઠેલી 34 વર્ષીય એથલીટ સુવર્ણા રાજે જણાવ્યું કે તેમને ટ્રેનમાં ઉપરની બર્થ આપવામાં આવી હતી. ઘણા પ્રયત્નો પછી પણ તેમની નીચેની બર્થ ના મળી શકી અને તેથી તેમણે ટ્રેનની ફ્લોર પર સૂઇ જવું પડ્યું હતું.
- તેમણે કહ્યું, “મને એ સમજ ન પડી કે જ્યારે હું ઉપરની બર્થ પર ચડી શકું એમ છું જ નહીં તો મને વિકલાંગ ક્વોટાની સીટમાં ઉપરની બર્થ કેમ આપવામાં આવી. નીચે બેઠેલા યાત્રીઓને મેં અને ટીટીએ ઘણી રિકવેસ્ટ કરી પરંતુ તે લોકોએ સીટ ન બદલી. આખરે હું ફ્લોર પર જ સૂઇ ગઇ.”

Keywords : venus,modi,mother


 

Gujarat
ભાજપ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ: 70 નામો, જાણૉ કોને રિપિટ કર્યા? અને તેમાંથી કોંગ્રેસના કેટલા?
ભાજપ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ: 70 નામો, જાણૉ કોને રિપિટ કર્યા? અને તેમાંથી કોંગ્રેસના કેટલા?
Facebook
Entertainment

Facebook
Lifestyle

Facebook
Sports

Facebook
Religion

Facebook