Home >> Gujarat>>Daxin Gujarat >>Surat
બારડોલીઃ IDBI બેંકના ATMમાં ખામી સર્જાઇ, રૂ.૩૫૦૦ના બદલે નીકળ્યા રૂ.૭૦,૦૦૦
Source :     |  Last Updated: 2018-03-09 21:05:14

બારડોલીમાં આવેલા IDBI બેંકના ATMમાં ખામી સર્જાઇ હોવાની ઘટના બની છે. વિડ્રોલ કરતી વખતે બેંક ATMમાંથી વધારાના રૂપિયા નીકળ્યા હતા. જોકે, પ્રામાણિક ગ્રાહકે આ વધારાના પૈસા બેન્કને પરત આપ્યા હતા.મળતી માહિતી પ્રમાણે સુરતના બારડોલી ખાતે આવેલા IDBI બેંકના ATMમાં ખામી સર્જાઈ હતી. પૈસા વિડ્રોલ કરતી વખતે ATMમાંથી વધારાના રૂપિયા નીકળ્યા હતા. બારડોલીમાં રહેતો એક યુવક જ્યારે તેના જરૂરિયાતના કામ માટે પૈસા વિડ્રોલ કરવા ગયો હતો. ત્યારે પૈસા વિડ્રોલ કરતી વખતે તેને ATM મશીનમાં રૂ.૩૫૦૦ ઉપાડ્યા હતા. જોકે, ATMમાંથી રૂ.૩૫૦૦ની જગ્યાએ રૂ.૭૦,૦૦૦ની રકમ બહાર આવી હતી.

આવી જ રીતે આ જ ATMની બીજી ઘટના બહાર આવી હતી, બીજા એક ગ્રાહકે રૂ.૩૦૦૦ની રકમ વિડ્રોલ કરી હતી. જોકે, ATMમાંથી રૂ.૩૦૦૦ની જગ્યાએ રૂ.૩૦,૦૦૦ની રકમ બહાર આવી હતી. બદલતી દુનિયા ના આ જમાના માં પણ ઈમાનદાર લોકો હજી જીવે છે,આ બન્ને ગ્રાહકો એ બેંક માં જઈ વધારા ના પૈસા બેંક ને પરત કર્યા હતા,અને આ રીતે વધારા ના પૈસા બેંક ને પરત કરી આ બન્ને ગ્રાહકો એ ઈમાનદારી નું એક ઉત્તમ ઉદાહરણ રજુ કર્યું હતું, જો કે આ સમગ્ર ઘટના બાબતે બેંક મનેજર નો સંપર્ક કરતા બેંક મનેજર એ ઘટના બાબતે કઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો…


Keywords : gira,sita,mohan