Home >> Health & Life Style>>Lifestyle news
ચાંદીને ચમકાવા માટેની કેટલીક ટિપ્સ વિશે જણાવીશું,
Source :     |  Last Updated: 2018-01-11 21:18:50

ચાંદીના વાસણો અને જ્વેલરી લગભગ બધાના ઘરે હોય છે. આજકાલ લોકોને ચાંદીની જ્વેલરી અને વાસણનો ઓછો ઉપયોગ કરતા હોય છે પરંતુ એવા ઘણા બધા લોકો એવા છે જેમણે ચાંદીના વાસણો અને જ્વેલરીને સાચવીને રાખી છે. ચાંદીમાં ડાઘા પડી જાય છે અને તે કાળા પડી જાય છે તેથી તેને પોલિસ કરવા માટે લોકોએ પૈસા ખર્ચવા પડે છે. પરંતુ થોડાક સમયમાં ચાંદી ફરીથી કાળી પડી જાય છે. જો તમારે પૈસા ના ખર્ચવા હોય તો આજે અમે તમણે ચાંદીને ચમકાવા માટેની કેટલીક ટિપ્સ વિશે જણાવીશું, જેનો ઉપયોગ કરીને તમે ચાંદીના વાસણો અને જ્વેલરીને સરળતાથી ચમકાવી શકો છો.

1. એલ્યુમિનિયમ ફોયલ :

 
 
 
 

 

એક લીટર પાણીમાં એક ચમચી બેકિંગ સોડા અને એક ટુકડો એલ્યુમિનિયમ ફોયલ નાખીને ઉકાળો. ફરીથી સિલ્વરની જ્વેલરી અથવા વાસણમાં 10 મિનિટ સુધી નાખીને રાખો. તેનાથી ચાંદીની જ્વેલરી પોલિશ થઈ જશે અને એકદમ નવા જેવી હશે.

2. ડિટર્જન્ટ પાવડર :

એલ્યુમિનિયમ ફોયલની સાથે એક મધ્યમ આકારના બાઉલ લઈને તેમાં ગરમ પાણી નાખો. પછી તેમાં એક ચમચી ડિટર્જન્ટ પાવડર મિક્સ કરી અને ફરીથી તેમા સિલ્વરને 1 મિનિટ સુધી ડુબાડીને રાખો. તેને પાણીમાંથી કાઢીને સુકાવવા માટે રાખો.

3. ટામેટાનો સોસ :

ચાંદીને ચમકાવા માટે ટામેટાનો સોસ બહુ ફાયદાકારક છે. ચાંદીની વસ્તું પર થોડાક સમય સુધી કેચઅપ લગાની રાખો. તેના પછી કપડાની મદદથી તેને સાફ કરી લો. તેનાથી ચાંદીની ચમચ વધશે.

4. હેન્ડ સેનેટાઈઝર :

સેનેટાઈઝરથી માત્ર હાથના જીવાણું સાફ નથી થતા પરંતુ તેનાથી તમે સિલ્વરની કાળાશને દૂર કરીને વસ્તુંને ચમકાવી શકો છો. હેન્ડ સેનેટાઈઝરના કેટલાંક ટીપાઓને કોઈ સોફ્ટ કપડા પર નાખી અને તેને સિલ્વર પર લગાવો. તેનાથી ચાંદીની ચમક વધશે.

5. હેર કંડીશનર :

હેર કંડીશનરને વાળને તો ચમકાવે છે સાથે તે ચાંદીની વસ્તુંઓને પણ ચમકાવી શકે છે. હેર કંડીશનરને સિલ્વરની વસ્તું પર તેને લગાવો. તેનાથી ચાંદીની ચમક ફરીથી પહેલાં જેવી થઈ જશે.

6. લીંબૂ અથવા લેમન સોડા :

લીંબૂ ચાંદીની કાળાશને દૂર કરીને તેમની ચમકને વધારે છે. બાઉલમાં લીંબૂ સોડા નાખીને તેમાં 1 કલાક સુધી સિલ્વરની વસ્તું નાખો. તેના પછી ચાંદીની વસ્તુંને સુકાવા દો.

7. ટૂથપેસ્ટ :

ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાવીને તેને ચાંદીની વસ્તું પર ઘસો. પછી તેને પાણીથી સાફ કરી લો. તેનાથી ચાંદીના વાસણો ચમકી ઉઠશે.

 

Keywords : niya,kapil