Home >> Gujarat>>Madhya Gujarat >>Ahmedabad
ભાજપે હાર્દિકની નકલી સેક્સ સીડી બનાવી, બળાત્કારનો આરોપ પણ લગાવશે: પાસ
Source :     |  Last Updated: 2017-11-16 20:24:05

Hardik Patel Sex Cd Paas Blames Pm Narendra Modiઅમદાવાદ, 
પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલની કથિત સેક્સ સીડી બહાર આવ્યા બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા ભાજપ પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે ભાજપે આવી 52 નકલી સેક્સ સીડીઓ તૈયાર કરી છે. હાર્દિક પટેલના સાથીદાર દિનેશ બાંભણિયાએ ગુરૂવારે એક પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ નારાયણ સાંઈની જેમ હાર્દિકને ફસાવી જેલ ભેગો કરવા ઈચ્છે છે. આ સીડીઓ તૈયાર કરવા 40 કરોડ રુપિયાનો સોદો કરવામાં આવ્યો છે. આ સીડી બનાવવામાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ વિપુલ મેંદપરાઅને વિમલ પટેલ નામના બે શખ્સો સામેલ હોવાનો પણ પાસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.
પત્રકાર પરિષદમાં પાટીદાર આગેવાનો દ્વારા એવો પણ દાવો કરાયો હતો કે ચૂંટણી પહેલા ભાજપ દ્વારા કોઈ મહિલાને ઉભી કરી તેના દ્વારા હાર્દિક પટેલ પર બળાત્કારની ખોટી ફરિયાદ કરાવવાની યોજના પણ બનાવવામાં આવી છે. સરકાર આમ કરીને ચૂંટણી ટાણે હાર્દિક પટેલને બળાત્કારના કેસમાં આરોપી બનાવી જેલમાં ધકેલી દેવા માગે છે. 
સીડી બનાવનારા વિપુલ પટેલને હાલ અંડરગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યો છે તેમ જણાવતા બાંભણિયાએ એવો પણ દાવો કર્યો હતો કે હાર્દિક પટેલ ઉપરાંત પાસના અન્ય આગેવાનોની પણ સીડી તૈયાર કરવામાં આવી છે અને જે પણ ચૂંટણી લડે તેની સીડી બહાર પાડવાની ભાજપની યોજના છે.
પાસ દ્વારા આ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કેમ નથી કરવામાં આવી તેવા સવાલનો જવાબ આપતા બાંભણિયાએ કહ્યું હતું કે જ્યારે ખુદ પોલીસ જ આ સીડી બનાવવામાં સંડોવાયેલી હોય ત્યારે પોલીસને તે અંગે ફરિયાદ કરવાનો કોઈ મતલબ નથી. તેમણે દાવો કર્યો હતો કે એક પોલીસ કમિશનર, એક એસપી તેમજ બે પોલીસ ઈન્સ્પેક્ટરે આ સીડીઓ તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જોકે, બાંભણિયાએ તેમના નામ જાહેર કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.
પાસ આ મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કોર્ટને તે અંગેને પુરાવા સોંપવામાં આવશે તેમ જણાવતા બાંભણિયાએ કહ્યું હતું કે પોલીસ સરકારના ઈશારે ચાલી રહી છે અને તેના પર વિશ્વાસ કરવાનો કોઈ મતલબ નથી. એક યુવતીને સાથે પણ 50 લાખનો સોદો કરી હાર્દિક સામે બળાત્કારની ખોટી ફરિયાદ ઉભી કરવાનું ભાજપે ષડયંત્ર રચ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું. પોતાની પાસે આ અંગે પુરતા પુરાવા હોવાનો દાવો કરતા બાંભણિયાએ કહ્યું હતું કે કોર્ટમાં જે પુરાવા આપવાના છે તે અંગે હાલ કોઈ ખુલાસો ન કરી શકાય.
વિપુલ પટેલ અને વિમલ પટેલ કોણ છે?:- હાર્દિકની કથિત સેક્સ સીડી બનાવવામાં જે બે વ્યક્તિ સામેલ હોવાનો પાસ દ્વારા દાવો કરાયો છે તે વિપુલ અને વિમલ પાસના કાર્યકર રહી ચૂક્યા છે. રેશ્મા પટેલ અને વરુણ પટેલ જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે વિમલ પટેલ તેમની સાથે જોવા મળ્યો હતો. જ્યારે, વિપુલ પણ એક સમયે હાર્દિકનો સાથી હતો. જોકે, હાલ તેનો કોઈ પત્તો નથી અને તેના પરિવાજનો દાવો કરી રહ્યા છે કે એક વર્ષથી તેમનો વિપુલ જોડે કોઈ સંપર્ક નથી. વિપુલ અને વિમલ બંને સુરતના જ રહેવાસી છે. પાસનો દાવો છે કે, વિપુલના માથે મોટું દેવું હતું અને તેણે તાજેતરમાં જ 60 લાખ રુપિયાનું સોનું ખરીદ્યું હોવાનો પણ પાસે દાવો કર્યો છે.

Keywords : hardik #MODI #PM #HARDIK #PATEL #SEX #CD