Home >> Politics
હાર્દિકે કોંગ્રેસની અનામત ફોર્મ્યુલાનો સ્વીકાર કર્યો
Source :     |  Last Updated: 2017-11-22 20:43:47

Gujarat elections: We agree with Congress’ formula for reservation to Patidars, says Hardik Patelઅમદાવાદ,
- કોંગ્રેસે પાટીદારોની માંગણીઓ સ્વીકારી લીધી છે : હાર્દિક પટેલ
- કોંગ્રેસે બંધારણને ધ્યાનમાં રાખીને અનામતની ફોર્મ્યુલા આપી છે જે અમને સ્વીકાર્ય છે
- હું કોંગ્રેસનો એજન્ટ નથી અને ભાજપનો દુશ્મન નથી, અમારી લડાઈ અહંકારીઓ સામે છે
- પાટીદારોની લડાઈ સમાજ માટે છે વ્યક્તિગત સ્વાર્થ માટે નથી
- અમે કોઈ પક્ષ પાસે ટિકિટોની માંગણી કરી નથી, પાસમાં કોઈ જ ડખા નથી
- પાસની નવી કોર કમિટી બનાવવામાં આવશે, પાસ તરફથી ફક્ત હું જ નિવેદન કરીશ
 
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે કહ્યું હતું કે કોંગ્રસ પાર્ટીએ અમારી માંગણીઓનો સ્વીકાર કર્યો છે. બુધવારે પત્રકાર પરિષદને સંબોધતા હાર્દિક પટેલે આગામી ચૂંટણી, અનામત અંગે કોંગ્રેસની ફોર્મ્યુલા અને ભાજપના વિરોધ અંગે વાતો કરી હતી. આ ઉપરાંત તેણે કહ્યું હતું કે આવતીકાલે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ની નવી કોર કમિટી બનાવવામાં આવશે અને હવેથી પાસ તરફથી ફક્ત હું જ નિવેદનો કરીશ. હાર્દિક પટેલે કહ્યું હતું કે અમે કોંગ્રેસના એજન્ટ કે સમર્થક નથી. કોંગ્રેસ અમારી સગી નથી પરંતુ કોંગ્રેસે અમારી વાત સાંભળી છે. કોંગ્રેસે અનામત અંગે અમારી સાથે ચર્ચા કરી છે અને તેમણે બંધારણને ધ્યાનમાં રાખીને તેની ફોર્મ્યુલા આપી છે. કોંગ્રેસ સત્તામાં આવશે તો તેણે ખરડો લાવવાનું જણાવ્યું છે. અનામત અંગે અમે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ સાથે ચર્ચા કરી રહ્યા હતા. કોંગ્રેસ બંધારણના આધારે અનામત બિલ પસાર કરશે અને તેઓ બિન અનામત વર્ગોને ઓબીસી સમકક્ષ અનામત મળે તેવી ફોર્મ્યુલા રજૂ કરશે. આ ફોર્મ્યુલા તેઓ પોતાના મેનિફેસ્ટોમાં પણ સામેલ કરશે. અનામત અંગે કોંગ્રેસે અમને આપેલા વચનો ગળે ઉતરે તેવા છે. તેમણે પાટીદાર સમાજની માંગણીઓ માટે સહમતી વ્યક્ત કરી છે. બિનઅનામત પંચને 2,000 કરોડની ફાળવણી કરવાની કોંગ્રેસની યોજના છે. ભાજપનો દુશ્મન નથી પરંતુ અમારી લડાઈ અહંકારીઓ સામે છે: હાર્દિક પટેલની છાપ કોંગ્રેસ તરફી અને ભાજપ વિરોધી બની ગઈ છે પરંતુ તેણે કહ્યું હતું કે અમે ભાજપના દુશ્મનો નથી પરંતુ અમારી લડાઈ અહંકારીઓ સામે છે. ભાજપ પાટીદાર મતોને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યું. અમારા કન્વીનરોને ખરીદવાના પ્રયાસો થઈ રહ્યા છે અને તેમને રૂપિયા આપીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવા માટે લાલચ આપવામાં આવી રહી છે. ગુજરાતની પ્રજા મૂર્ખ નથી તેમણે 2015ની પંચાયત ચૂંટણીમાં પોતાની તાકાત દેખાડી દીધી હતી. ભાજપ અમારી રેલીઓને રોકવાના પ્રયાસો કરી રહી છે પરંતુ પ્રજા આગામી ચૂંટણીમાં તેનો જવાબ આપશે. અમારી માંગણીઓ સમાજ માટે છે વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં. હું વેચાતો માલ નથી, પિતા ભાજપમાંથી ચૂંટણી લડશે તો તેમને પણ મત નહીં આપું: હાર્દિક પટેલે તે પણ કહ્યું હતું કે હું આવનારા અઢી વર્ષમાં કોઈ પક્ષ સાથે જોડાવાનો નથી. અમારા ઘણા કન્વીનરોને ખરીદવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ હું વેચાતો માલ નથી. પાસ સમાજ માટે લડે છે અને તેમાં કોઈ જ આંતરિક ડખાઓ નથી. ટિકિટોને લઈને થયેલા વિવાદો અંગે બોલતા તેણે કહ્યું હતું કે અમે કોઈ પણ પક્ષ પાસે ટિકિટ માંગી નથી. પરંતુ જો અમારા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હશે તો અમે તેનો વિરોધ કરીશું નહીં. ટિકિટો માટે સુરતમાં લોકોએ વિરોધ કર્યો હતો અમે વિરોધ કર્યો ન હતો. અમારો હેતુ રાજકારણમાં યુવાનોને યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તે છે. જોકે, તેણે તે પણ કહ્યું હતું કે જો મારા પિતા ભાજપ તરફથી ચૂંટણી લડશે તો હું તેમને પણ મત નહીં આપું. પાસની નવી કોર કમિટી બનાવાશે, હું જ નિવેદનો કરીશ: આ ઉપરાંત હાર્દિકે કહ્યું હતું કે શુક્રવારે પાસની નવી કોર કમિટીની રચના કરવામાં આવશે. તેણે કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમિતિની નવી કોર કમિટી રચવામાં આવશે. આ ઉપરાંત પાસ તરફથી કોઈ પણ નિવેદન કરવાનું હશે તો તે ફક્ત હું જ કરીશ.

Keywords : cm pm gujarat hardik patel paas


 

Gujarat
હાર્દિકના ખાસ ગણાતા દિનેશ બાંભણિયાએ છોડ્યું PAAS
હાર્દિકના ખાસ ગણાતા દિનેશ બાંભણિયાએ છોડ્યું PAAS
Facebook
Entertainment

Facebook
Lifestyle

Facebook
Sports

Facebook
Religion

Facebook