Home >> India
US: કરોડોના કોલ સેન્ટર કૌભાંડમાં 4 ગુજરાતી પટેલ અને 1 પાકિસ્તાની નાગરિક દોષિત
Source :     |  Last Updated: 2017-06-06 13:24:48

CallCentersindiaત્રણ ગુજરાતી પટેલ અને એક પાકિસ્તાની નાગરિકે અમેરિકામાં ભારતના કોલ સેન્ટરો દ્વારા ટેલિફોનના માધ્યમથી મોટાપાયે છેતરપિંડી અને મની લોન્ડ્રિંગ ષડયંત્રમાં પોતાની ભૂમિકા હોવાના સંબંધિત આરોપો સ્વીકાર્યા છે.
સર્દન ડિસ્ટ્રિ્ક્ટ ઓફ ટેક્સાસમાં અમેરિકા ડિસ્ટ્રિ્ક્ટ કોર્ટના ન્યાયાધીશ ડેવિડ હિટનર સમક્ષ ત્રણ ગુજરાતી પટેલ રાજુભાઇ પટેલ (32), વિરાજ પટેલ (33), દિલીપકુમાર અંબાલાલ પટેલ (53) અને એક પાકિસ્તાની નાગરિક ફહાદ અલી (25)એ મની લોન્ડ્રિંગ ષડયંત્ર સંબંધિત આરોપ સ્વીકારી લીધા છે.
આની પહેલાં બે જૂનના રોજ એક ભારતીય નાગરિક હાર્દિક પટેલને આ કોર્ટની સમક્ષ દૂરસંચારના માધ્યમથી નાણાંકીય છેતરપિંડી સંબંધિત ષડયંત્રના મામલામાં પોતાનો આરોપ સ્વીકાર કર્યો હતો. ન્યાય વિભાગે કહ્યું કે આ તમામ દોષિતોને બાદમાં સજા સંભળાવાશે.
સર્દન ડિસ્ટ્રિક્ટ ઓફ ટેક્સાસમાં એક સંઘીય ગ્રાન્ડ જ્યૂરી દ્વારા 19 ઓક્ટોબર 2016માં ચલાવવામાં આવેલા અભિયોગ અંતર્ગત અત્યાર સુધી 56 વ્યક્તિઓ અને ભારતના ચાર કોલસેન્ટર્સ વિરુદ્ધ છેતરપીંડી તથા મની લોન્ડ્રિંગ ષડયંત્રમાં પોતાની ભૂમિકાને લઈને આરોપ લગાવવામાં આવ્યા છે.
અમેરિકામાં ભારતના કોલ સેન્ટર્સ પરથી કેટલાંય લાખો ડોલરનો ગોટાળો થયો હતો. આ આરોપીઓએ ભારત સ્થિત કોલ સેન્ટર દ્વારા ટેલિફોનના માધ્યમથી છેતરપિંડી અને મની લોન્ડ્રિંગનું ષડયંત્ર રચ્યું હતું.

Keywords : #Call Centers, #India #US


 

Gujarat
બનાસકાંઠા: રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, ગાડીનો કાચ તૂટ્યો
બનાસકાંઠા: રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, ગાડીનો કાચ તૂટ્યો
Facebook
Entertainment

Facebook
Lifestyle

Facebook
Sports

Facebook
Religion

Facebook