Home >> Maharashtra >>Mumbai
કપિલ શર્માની સેટ પર તબિયત બગડી ગઈ
Source :     |  Last Updated: 2017-07-09 18:59:19

કોમેડિયન કપિલ શર્માને હાલ નસીબ સાથ નથી આપી રહ્યું. હાલમાં જે તે સેટ પર બેભાન થઇ હયો હતો. તેની તબિયત બગડતા જ તે બેક સ્ટેજ પરથી સીધો હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો. વધુ પડતા કામના ભારણના કારણે કપિલ   સેટ પર બેભાન થઇ ગયો હોવાની ચર્ચા છે. જોકે સારવાર બાદ તે ઘરે આવી ગયો હતો. કપિલના એ એપિસોડમાં શાહરૃખ ખાન અને ઇમ્તિયાઝઅલી પોતાની આગામી ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા.પરંતુ કપિલની તબિયત બગડતાં જ તે બેક સ્ટેજ પરથી સીધોજ હોસ્પિટલ જતો રહ્યો હતો. એ એપિસોડની શૂટિંગને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી  અને શાહરૃખ પણ પોતાના ઘર તરફ રવાના થઇ ગયો હતો. કપિલને હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચારની પુષ્ટિ કીકુ શારદાએ આપી હતી. કપિલ પર હાલ પોતાના શોનું ટેન્શન ઉપરાંત શોના શૂટિંગની સાથેસાથે ફિલ્મના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. તેના પર માનસિક દબાણ વધુ પડતું હોવાથી તે બેભાન થઇ ગયો હતો. એટલું જ નહીં તે વિવાદોમાં રહેવાથી  પણ તે માનસિક તાણથી પીડાઇ રહ્યો છે. ઉપરાંત  બે ચેનલ પર કોમેડી શો આવી રહ્યા હોવાથી કપિલ  ચિંતિત થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ંપણ તે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો.