Home >> Gujarat>>Daxin Gujarat >>Surat
સુરત : લંબેહનુમાન રોડ ઉપરથી ઝડપાયું ડુપ્લિકેટ ગુટખા બનાવવાનું કારખાનું
Source :     |  Last Updated: 2018-02-28 20:59:46

સુરતના વરાછામાં એલ.એચ. રોડ ઉપર મારુતિ ચોક વિસ્તારમાં ધમધમકુ ડુપ્લિકેટ ગુટખા બનાવવાનું કારખાનું સ્થાનિક પોલીસે ઝડપી પાડયું હતું. આ ગોરખધંધો કરતાં ઠુમ્મર બંધુ અને તેમના કારીગરની ધરપકડ કરવા સાથે પોલીસે ગુટખા-મશીનરી સહિત ૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે વરાછામાં લંબે હનુમાન રોડ પર મારુતિ ચોક પાસે જવાહરનગર સોસાયટીમાં ડુપ્લિકેટ ગુટખા બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું હોવાની બાતમી વરાછા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના હેકો હરસુર સિસોદિયા અને પોકો મુકેશભાઇને બાતમી મળી હતી. જે માહિતીને આધારે પીઆઇ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસે મંગળવારે સાંજે અહીં દરોડા પાડયા હતા. જ્યાં ગુટખા બનાવવાની સામગ્રી-મશીનરી જોઇ પોલીસ ચોંકી ગઇ હતી.

 
 
 
 

 

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીં બહારથી ભલતું ગુટખા લાવી વિમલના પાઉચમાં પેકિંગ કરી વેચાણ થતું હતું. પોલીસે પ્રતાર રામજી ઠુમ્મર, જયસુખ રામજી ઠુમ્મર (બંને રહે. ઇશ્વરકૃપા સોસાયટી, કાપોદ્રા) અને તેમના કારીગર સંજયની ધરપકડ કરી હતી. ઠુમ્મર બંધુ છેલ્લા ૩ માસથી કારીગર સંજય સાથે મળી અહીં ડુપ્લિકેટ ગુટખા બનાવવાનું કારખાનું ચલાવતા હતા. પોલીસે ગુટખાનો જથ્થો, ગુટખા બનાવવાની સામગ્રી, મશીનરી વગેરે મળી કુલ્લે રૃ. ૨.૫૦ લાખથી ૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ઠુમ્મર બંધુ સહિત ૩ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Keywords : dipak,anita,khushi,om