Home >> Gujarat>>Madhya Gujarat >>Gandhinagar
ભાજપ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ: 70 નામો, જાણૉ કોને રિપિટ કર્યા? અને તેમાંથી કોંગ્રેસના કેટલા?
Source :     |  Last Updated: 2017-11-17 17:48:10

નવી દિલ્હી,
ગુજરાતની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. આજે જાહેર કરેલા પહેલા લિસ્ટમાં ૭૦ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમાં મુખ્યત્વે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ પશ્ચિમમાંથી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણાથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
 
નવમી ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાન માટેની ૮૯ બેઠકો પૈકીના આ યાદીમાં ૪૨ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે બીજા તબક્કાની ૧૪ ડિસેમ્બરે યોજનારી ૯૩ બેઠક પૈકીના ૨૮ ઉમેદવારોના નામ આ યાદીમાં જાહેર કરાયા છે, જેમાં વડોદરા જિલ્લા સાવલી બેઠક પરથી અપક્ષ ચૂંટાયેલા કેતન ઇનામદારને ભાજપે એ જ બેઠક પરથી પોતાના સત્તાવાર ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામા આપી ભાજપમાં જોડાયેલા ૧૨ પૂર્વ ધારાસભ્યો પૈકી પાંચ નેતાઓને ભાજપે ટિકિટ આપી છે. જોકે, જસદણમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભોળાભાઈ ગોહેલને ટિકિટ અપાઈ નથી. તેમના સ્થાને ભરતભાઈ બોઘરાને ફરીથી ટિકિટ આપવામાં આવી છે, જે ભોળાભાઈ સામે ગત વખતે ભાજપની ટિકિટ પર ચૂંટણી હારી ગયા હતા.
 
કુલ ૫૫ ધારાસભ્યો રિપિટ થયા છે, પરંતુ સુરેન્દ્રનગરના વઢવાણમાં ભાજપના ઉપપ્રમુખ આઇ. કે. જાડેજા પ્રબળ દાવેદાર મનાતા હતા. જોકે ભાજપે ઉદ્યોગપતિ ધનજીભાઈ મેક્સન (પાટીદાર)ને ટિકિટ આપી છે. આ સાથે વર્ષાબહેન દોશીને પણ પડતા મુક્યા છે.
 
વિજય રૂપાણી-મુખ્યપ્રધાન--રાજકોટ પશ્ચિમ(રિપીટ)
 
નીતિનભાઈ પટેલ-નાણાંપ્રધાન-મહેસાણા(રિપીટ)
 
ભાવનગર પશ્ચિમ- જીતુભાઈ વાઘાણી, પ્રદેશ પ્રમુખ (રિપીટ)
 
અંજાર-વાસણભાઈ આહિર (રિપીટ)
 
વાવ-શંકરભાઈ ચૌધરી (રિપીટ)
 
થરાદ-પરબતભાઈ પટેલ (રિપીટ)
 
દિયોદર- કેશાજી ચૌહાણ (રિપીટ)
 
ચાણસ્મા- દીલીપજી ઠાકોર (રિપીટ)
 
ખેરાલુ-ભરતસિંહ ડાભી (રિપીટ)
 
હિંમતનગર- રાજેન્દ્રસિંહ ચાવડા (રિપીટ)
 
ખેડબ્રહ્મા- રમીલાબેન બારા (ગત વખતે હાર્યા હતા)
 
ભીલોડા- પી.સી.બરંડા (પૂર્વ IPS અધિકારી, બે દિવસ પહેલા રાજીનામું મૂક્યું)
 
મોડાસા- ભીખુભાઇ પરમાર (નવો ચહેરો)
 
દસક્રોઇ- બાબુભાઇ જમનાદાસ પટેલ (રિપીટ)
 
ધોળકા- ભુપેન્દ્રસિંહ ચુડાસમા (રિપીટ)
 
લીંબડી- કિરીટસિંહ રાણા (રિપીટ)
 
વઢવાણ- ધનજીભાઇ પટેલ (વર્ષાબેન દોશીને બદલ્યા)
 
જસદણ- ભરતભાઇ બોઘરા (ગત ચૂંટણીમાં કોંગ્રેસના ભોળાભાઈ ગોહેલ સામે હાર્યા હતા. ભોળાભાઈ ભાજપમાં જોડાયા છતાં ટિકિટ ભરતભાઈને મળી.)
 
જેતપુર- જયેશભાઇ રાદડિયા (રિપીટ)
 
જામનગર (ગ્રામીણ)- રાઘવજી પટેલ-કોંગ્રેસમાંથી આવ્યા
 
જામનગર (ઉત્તર)- ધમેન્દ્રસિંહ જાડેજા-કોંગ્રેસમાંથી આવ્યા
 
જામજોધપુર- ચીમનભાઇ સાપરિયા (રિપીટ)
 
દેવભૂમિ દ્વારકા- પબુભા માણેક (રિપીટ)
 
માંગરોળ- ભગવાનભાઇ કરગટિયા
 
જૂનાગઢ- મહેંદ્રભાઇ મશરૂ (રિપીટ)
 
સોમનાથ- જસાભાઇ બારડ (રિપીટ)
 
તાલાલા- ગોવિંદભાઇ પરમાર (રિપીટ)
 
ધારી- દિલિપભાઇ સંઘાણી (અમરેલીમાં ગત ચૂંટણી હાર્યા હતા. આ વખતે બેઠક બદલી. ધારીમાં જીપીપીના નલિન કોટડિયાની બેઠક હતી, જે ભાજપમાં જોડાયા બાદ પાટીદાર આંદોલનમાં બેફામ સક્રિયતા દાખવતાં ટિકિટ ન અપાઈ.)
 
અમરેલી- બાવકુ ઉધાડ (લાઠીમાંથી ચુંટાયા હતા. આ વખતે બેઠક બદલી)
 
રાજુલા- હીરાભાઇ સોલંકી (રિપીટ)
 
મહુવા- રાઘવજીભાઇ મકવાણા (આર.સી.)
 
ભાવનગર(ગ્રામ્ય)- પરષોત્તમભાઇ સોલંકી (રિપીટ)
 
ભાવનગર (પૂર્વ) - વિભાવરીબેન દવે (રિપીટ)
 
ગઢડા- આત્મારામ પરમાર (રિપીટ)
 
ઉમરેઠ- ગોવિંદભાઇ પરમાર (નવો ચહેરો)
 
સોજીત્રા- વિપુલભાઇ પટેલ (નવો ચહેરો)
 
મહેમદાવાદ- અર્જુનસિંહ ચૌહાણ (નવો ચહેરો)
 
ઠાસરા- રામસિંહ પરમાર-કોંગ્રેસમાંથી આવ્યા
 
બાલાસિનોર- માનસિંહ ચૌહાણ-કોંગ્રેસમાંથી આવ્યા
 
ગોધરા- સી.કે.રાઉલજી-કોંગ્રેસમાંથી આવ્યા
 
શહેરા- જેઠાભાઇ આહીર (રિપીટ)
 
હાલોલ- જયદ્રથસિંહ પરમાર (રિપીટ)
 
દેવગઢબારીયા-બચુભાઇ ખાબડ (રિપીટ)
 
સાવલી- કેતનભાઇ ઇનામદાર( ગત ચૂંટણીમાં અપક્ષ જીત્યા હતા, ભાજપે લઈ લીધા)
 
જેતપુર- જયંતિભાઇ રાઠવા (નવો ચહેરો)
 
વડોદરા (શહેર)- મનીષાબેન વકીલ (રિપીટ)
 
રાવપુરા- રાજેન્દ્રભાઇ  ત્રિવેદી (રિપીટ)
 
માંજલપુર- યોગેશભાઇ પટેલ (રિપીટ)
 
પાદરા- દિનેશભાઇ પટેલ (રિપીટ)
 
કરજણ- સતીષભાઇ પટેલ (રિપીટ)
 
નાંદોદ- શબ્દશરણભાઇ તડવી (રિપીટ)
 
દેદિયાપાડા- મોતીભાઇ વસાવા (રિપીટ)
 
વાગરા- અરૂણસિંહ રણા (રિપીટ)
 
ઝઘડીયા- રવજીભાઇ વસાવા (નવો ચહેરો)
 
અંકલેશ્વર- ઇશ્વરસિંહ પટેલ (રિપીટ)
 
ઓલપાડ- મુકેશભાઇ પટેલ (રિપીટ)
 
માંગરોળ- ગણપતભાઇ વસાવા (રિપીટ)
 
વરાછા- કુમારભાઇ કાનાણી (રિપીટ)
 
લિંબાયત- સંગીતાબેન પાટીલ (રિપીટ)
 
મજૂરા- હર્ષ સંઘવી (રિપીટ)
 
સૂરત(પશ્વિમ)- પૂર્ણેશ મોદી (રિપીટ)
 
બારડોલી- ઇશ્વરભાઇ પરમાર (રિપીટ)
 
નિઝર- કાંતિભાઇ ગામીત (રિપિટ)
 
ડાંગ- વિજય પટેલ
 
જલાલપુર- રમેશભાઇ પટેલ (રિપિટ)
 
વાસંદા- ગણપતભાઇ મહાલા (નવો ચહેરો)
 
વલસાડ- ભરતભાઇ પટેલ (નવો ચહેરો)
 
પારડી- કનુભાઇ દેસાઇ (રિપીટ)
 
ઉમરગામ- રમણભાઇ પાટકર (રિપીટ)

Keywords : #BJP #MODI #First List #Gujarat