Home >> More>>Agriculture
રાસ્કાનું પાણી બંધ કરી અમદાવાદમાં ભર ઉનાળે પાણીની તંગીની બૂમો કેમ પડાવી
Source :     |  Last Updated: 2017-07-09 19:12:21

અમદાવાદ મ્યુનિ.ના એન્જિનિયરો અને સિંચાઈ ખાતા વચ્ચે ચુસ્ત સંકલન, સમયની ચોક્કસ ગણતરીનો અભાવ અને ટૂંકી દ્રષ્ટિના આયોજનના કારણે શહેરના લોકો કાળઝાળ ગરમીમાં પાણીની તંગીનો શિકાર બન્યા હતા. શેઢી કેનાલના સંપૂર્ણ નવીનીકરણના નામે રાસ્કામાંથી ૨૦૦ એમએલડી પાણી લેવાનું પાંચઃ છ મહિના પહેલા બંધ કરાયું હતું જે ૧૫ દિવસ પહેલાં જ નવીનીકરણ થયા વગર જ ચૂપચાપ ૧૫૦ એમએલડી પાણી લેવાનું ચાલુ કરી દેવાયું છે. આ અણઆવડતના કારણે ચૂંટણીના વર્ષમા પાણીની તંગીની બૂમો સાંભળવાનો વારો સત્તાધારી પક્ષ અને વહિવટી તંત્રનો આવ્યો છે. શેઢી કેનાલના સંપૂર્ણ નવીનીકરણના હજુ તો ટેન્ડર ફાઇનલ થઈ રહ્યા છે તો જાન્યુઆરી- ફેબુ્રઆરીમાં પાણી બંધ કર્યું ત્યારે મ્યુનિ.એ સિંચાઈ ખાતાને એમ કેમ ના કહ્યું કે, 'ટેન્ડર નક્કી થાય ત્યાં સુધી પાણી ચાલુ રાખો' તે પ્રશ્ન છે. કેનાલનું નજીવું રીપેરીંગ તો બે-પાંચ દિવસ પાણી બંધ રાખીને કરી શકાયું હોત. અમદાવાદમાં પાણીની તંગીની ઉભી થયેલી ઢગલો ફરિયાદો અને સિંચાઈના પાણીની બૂમ પડયા પછી સિંચાઈ ખાતું સફાળું જાગ્યું, પહેલા પણ જાગી શક્યું હોત. પણ આવા પ્રશ્નો અંગે વિચારવાની નથી પડી સત્તાવાળાને કે નથી પડી ઉચ્ચ અધિકારીઓને. હાલ રાસ્કામાંથી ૧૪૦થી ૧૫૦ એમએલડી પાણી લેવામાં આવે છે. બીજી તરફ નદીમાં રોજેરોજ છોડાતા ટ્રીટ કર્યા વગરના ૨૫૦ એમએલડી ગટરના ગંદા પાણીના કારણે નદી કાંઠાના ફ્રેન્ચવેલના પાણીની ગુણવત્તા બગડવા માંડી છે. આવા જ કારણોસર હાલ ૭માંથી ૩ ફ્રેન્ચવેલમાંથી ૩૦ એમએલડી જેટલું પાણી લેવાનું બંધ કરવું પડયું છે. દૂધેશ્વર અને રેલ્વે બ્રિજના ફ્રેન્ચવેલમાં મોટા પ્રમાણમાં બેક્ટેરિયા આવતા અને અચેરના ફ્રેન્ચવેલમાં બ્લેક પાર્ટિકલ્સ આવવાનું ચાલુ થતાં છ મહિના પહેલા પાણી લેવાનું બંધ કરાયું છે. આ અંગે એવી દલીલ કરાય છે કે નર્મદાનું સરફેસ વોટર સીધું મળતું હોવાથી ફ્રેન્ચવેલ અને ટયુબવેલનો ઉપયોગ આમ પણ ઓછો કરાયો છે. અરે, ભાઈ, જો ફ્રેન્ચવેલની પાણીની ક્વોલિટી પીવાલાયક હોત તો ઉનાળામાં તંગીની ફરિયાદો ચારે તરફથી ઉભી થઈ ત્યારે તેનો ઉપયોગ ના થઈ શક્યો હોત ને ? પાણીના નેટવર્કની ક્ષતિના કારણે પણ તંગીની ફરિયાદ ઉભી થાય છે. ક્યાંક ટાંકીના અને જે- તે વિસ્તારના લેવલના પ્રશ્નો હોય છે. જેનો કાયમી નિકાલ લાવવાના બદલે થીગડા મારવાની મનોવૃત્તિ હોવાથી એકનો એક પ્રશ્ન ફરી ફરી ઊભો થાય છે. હવે, ગંભીર પ્રશ્ન એ ઉભો થાય છે કે, શેઢી કેનાલનું ખરેખર નવીનીકરણ હાથ ધરાશે ત્યારે ફરી રાસ્કા વિયરમાં આવતું બંધ કરાશે ? અમદાવાદમાં ફરી છ મહિના તંગી પડશે ? વગેરે પ્રશ્નો અનુત્તર છે


Keywords : mother,modi


 

Gujarat
બનાસકાંઠા: રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, ગાડીનો કાચ તૂટ્યો
બનાસકાંઠા: રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો, ગાડીનો કાચ તૂટ્યો
Facebook
Entertainment

Facebook
Lifestyle

Facebook
Sports

Facebook
Religion

Facebook