Home >> Gujarat>>Uttar Gujarat >>Mehsana
મહેસાણા-ઊંઝા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: નિકોલના બે સહિત અમદાવાદના સાત યુવકોનાં મોત
Source :     |  Last Updated: 2017-11-17 17:39:35

accident-on-mehsana-unjha-highway-seven-died-from-ahmedabadઅમદાવાદ,
મહેસાણાના મોટી દાઉ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં કાર અને લક્ઝરી બસ થયેલી ટક્કરમાં ઘટનાસ્થળ પર જ કારચાલક સહિત સાત વ્યક્તિઓનાં મોત થયા છે. લક્ઝરીનો ચાલક હાલ ફરાર છે. મૃતકો અમદવાદના નિકોલ વિસ્તાર રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. મહેસાણા તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. 
 
આ સમગ્ર મામલે ઘાયલ કેટલા તે અંગે સ્પષ્ટતા મળી નથી કેમ કે બસ માં સવાર એક પણ વ્યક્તિ મળી આવ્યો નથી. અમદવાદથી આવતી અને પાલનપુર તરફ જતી કાર અને લક્ઝરી બસ વચે અકસ્માત થયો હતો, જેમાં કાર પૂર ઝડપે જઈ રહી હતી અને કાર ચાલક ને ઝોકુ આવી જતા કારને પાછળથી આવતી લક્ઝરી બસે ટક્કર મારી હતી. કારમાં સવાર સાત વ્યક્તિઓનાં ઘટના સ્થળ પર જ મોત થયા છે. જ્યારે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કાર માં સવાર લોકોને કારના બોનેટ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. કાર નંબર GJ1-HK-8204 અમદવાદની હોવાનું અને મૃતકો નિકોલ વિસ્તારમાં રહે છે તેવી જાણવા મળી છે. મહેસાણા તાલુકા પોલીસે તપાસ શરુ કરી છે અને પરિવારને જાણ કરવા તજવીજ કરી છે. જ્યારે આ સમગ્ર મામલે જોધપુર જતી લક્ઝરી બસ હાલમાં જોધપુરની જ હોવાનું બહાર આવ્યું છે જેનો નંબર RJ19-PB 7001 છે અને તેનો ચાલક હાલ ફરાર છે.
 
મૃત્યુ પામનારમાં બ્રિજેશ સંજય કાકડીયા (નિકોલ, અમદાવાદ), ગોપાલ સંજય કાકડીયા (નિકોલ, અમદાવાદ), મોનાંગ કિશોરભાઈ જાદવાની (માંડવા, ભાવનગર), દિવ્યપાલસિંહ ઝોરુભા ઝાલા (અમદાવાદ રૂરલના  PI LIBના પુત્ર) અને આદિત્ય જયેશ પટેલ (અમદાવાદ)ની ઓળખ થઈ શકી છે. જ્યારે સાતમા મૃતકનું નામ પ્રાપ્ત થયું નથી. 

Keywords : car accident mehsana unja patel cm pm gujarat 7 dead


 

Gujarat
હાર્દિકના ખાસ ગણાતા દિનેશ બાંભણિયાએ છોડ્યું PAAS
હાર્દિકના ખાસ ગણાતા દિનેશ બાંભણિયાએ છોડ્યું PAAS
Facebook
Entertainment

Facebook
Lifestyle

Facebook
Sports

Facebook
Religion

Facebook