Home >> World
ચીનમાં પર્યટકો સેલ્ફી માટે પ્રાચિન બૌદ્ધ પ્રતિમા પર ચઢી ગયા
Source :     |  Last Updated: 2018-03-10 22:08:24

પ્રવાસન સ્થળે વિચિત્ર ચેનચાળા કરતાં અને સંપત્તિને હાનિ પહોંચાડતાં પર્યટકો જોયા હશે, પરંતુ ચીનના જિયાનજ્ઞાન મંદિરમાં કેટલાક યુવકો એક હજાર વર્ષ જૂની બૌદ્ધ પ્રતિમા પર ચઢી ગયા હતા.

આ અંગેના ફોટા અને વીડિયો વાયરલ થયા પછી લોકોમાં આ યુવકો પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો છે.

 
 
 
 

 

મીડિયા અહેવાલ મુજબ આ પર્યટકોની આવી ચેષ્ટા માત્ર અનૈતિક જ નહીં પરંતુ ખતરનાક પણ હતી. જોકે આ કારણે પ્રતિમાને કોઈ નુકસાન થયું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર યુવકોને આકરી સજા ફટકારવાની લોકોએ માગણી કરી છે.


Keywords : dipak,anita,khushi,om