Home >> India
રાજસ્થાન વિધાનસભામાં ‘ભૂત…ભૂત’: ડરના માર્યા ફફડે છે ધારસભ્યો, આ રહ્યા ‘પુરાવા
Source :     |  Last Updated: 2018-02-23 20:22:05

આને અંધવિશ્વાસ કહીએ કે પછી મોતનો ડર. રાજસ્થાનમાં ધારાસભ્યોને એ વાતની શંકા છે કે રાજસ્થાન વિધાનસભામાં આત્માઓનો વાસ છે. ધારાસભ્યોનું માનવું છે કે ગૃહમાં 200 સભ્યોની સંખ્યા વધુ સમય માટે ટકતી નથી અથવા તો કોઇ એકની તરફથી રાજીનામું આપી દેવામાં આવે છે, નહીં તો કોઇ જેલ જાય છે. તેની પાછળ તેમણે પ્રેતાત્માઓને જવાબદાર ગણાવ્યા છે.

એટલું જ નહીં કેટલંક ધારાસભ્યોએ આ સંદર્ભમાં પોતાના ડર અંગે મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે વાતચીત પણ કરી છે. તેની સાથે જ તેમણે કોઇ પૂજારીને બોલાવી પ્રેત આત્માને શાંત કરવાની માંગણી કરી છે. ગુરૂવારના રોજ વિધાનસભા પરિસરમાં પ્રવેશ દ્વાર પર એક પૂજારીને પૂજા-પાઠ કરતાં જોવા મળ્યાં.

 
 
 
 

 

કલ્યાણ સિંહ ચૌહાણના નિધન બાદ ડર વધ્યો
ભાજપના ધારાસભ્ય કલ્યાણ સિંહ ચૌહાણનું મંગળવાર રાત્રે નિધન થયા બાદ બીજા ધારાસભ્યો ખૂબ ડરી ગયા છે. તેની સાથે જ એ તમામ ગતિવિધિઓને નિયંત્રિત કરવા માટે ઉપાય કરવાની માંગણી કરી. આપને જણાવી દઇએ કે ગયા વર્ષે માંડલગઢથી ભાજપ ધારાસભ્ય કીર્તિ કુમારીનું સ્વાઇન ફલૂના લીધે મોત થયું હતું. આની પહેલાં બસપા એમએલએ બીએસ કુશવાહાને હત્યાના મામલામાં જેલ થઇ ગઇ. પાછલી વિધાનસભામાં કૉંગ્રેસ એમએલએ મહિપાલ મદેરણા, મલખાન સિંહ બિશ્નોઇ, અને બાબુ લાલ નગરને મર્ડર અને બળાત્કારના આરોપમાં જેલ મોકલી દેવામાં આવ્યા હતા.

સ્માશનની જમીન પર થયું છે બાંધકામ
ધારાસભ્યોના ડરનું એક કારણ એ પણ છે કે વિધાનસભાની બિલ્ડિંગનું નિર્માણ સ્મશાનની કેટલીક જમીન પર પણ થયું છે. જોકે વાત એમ છે કે વિધાનસભાની બિલ્ડિંગથી 200 મીટરના અંતર પર લાલ કોઠી મોક્ષધામ બન્યું છે. હાલ વિધાનસભા ભવન અંદાજે 17 એકરમાં ફેલાયેલ છે. આ એસએમએસ સ્ટેડિયમની નજીક આવેલ છે. તેને નવેમ્બર 1994થી માર્ચ 2001ની વચ્ચે તૈયાર કરાયું હતું. આની પહેલાં વિધાનસભાનું ભવન જૂના શહેરમાં આવેલ સવાઇ માન સિંહ ટાઉન હોલમાં હતું, તેનું બાંધકામ લગભગ 1884માં કરાયું હતું.

ખરાબ આત્માઓનો છે ડર
નાગૌરથી ભાજપ ધારાસભ્ય હબીબુર રહેમાન કહે છે કે જે જમીન પર નવી બિલ્ડિંગનું નિર્માણ થાય છે તેને પહેલાં કબ્રસ્તાન તરીકે ઉપયોગમાં લેવાતું હતું. અહીં ચોક્કસ રીતે લોકો બાળકોના મૃતદેહને દફનાવી રહ્યાં છે. સામાન્ય રીતે ખરાબ આત્માઓ આવી જ જગ્યાની આસપાસ ફરતી રહે છે.

જાણો કંઇ રીતે થયું હતું બાંધકામ
પાંચ વખતથી ધારાસભ્ય હબીબુર રહેમાન જો કે મંત્રી પણ રહ્યા છે તેમણે કહ્યું કે તેઓ આ કમિટીનો ભાગ રહ્યાં છે જેમણે જમીનનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમ્યાન મુખ્યમંત્રી ભૈરોસિંહ શેખાવતએ અહીંયા વિધાનસભા ભવનના નિર્માણ માટે 5 કરોડ રૂપિયા સ્વીકૃત કર્યા હતા. રહેમાન કહે છે કે કબ્રસ્તાન અંગે મારી ચિંતાને જોતા તેમણે આસપાસના વિસ્તારોમાં કેટલાંક મંદિરોનું નિર્માણ પણ કરાવ્યું હતું.

સીએમ વસુંધરાને આપવામાં આવી તમામ માહિતી
રહેમાને એમ પણ કહ્યું કે જ્યારે મેડમ (વસુંધરા રાજે)એ બુધવારના રોજ તેમને પૂછયું કે આ બધું શું થઇ રહ્યું છે (ચૌહાણ અને કુમારીનું મોત), તો મેં તેમને એ જગ્યા સાથે જોડાયેલી તમામ માહિતી આપી. મેં તેમને ભલામણ કરી કે કોઇ મૌલાનાને બોલાવી આ જગ્યાનું શુદ્ધીકરણ કરાવવું જોઇએ.

વિધાનસભાની બિલ્ડિંગમાં ટકતાં નથી 200 સભ્ય
સરકારના પ્રમુખ સચેતક કાલુ લાલ ગુર્જરે કહ્યું કે એ સત્ય છે કે વિધાનસભાની બિલ્ડિંગમાં 200 સભ્ય વધુ સમય સુધી ટકી શકતા નથી. ચૌહાણ અને કુમારીના અણધાર્યા નિધન બાદ અમે પણ ચિંતિત છીએ. મને વિશ્વાસ છે કે આત્માઓ ખરાબ કરી શકે છે. અમે આ અંગે મુખ્યમંત્રીને કહ્યું છે અને તેમણે આ અંગે કંઇક કરવાનું આશ્વાસન પણ આપ્યું છે.


Keywords : rina,maulik,bhumika