Home >> Gujarat>>Saurashtra>>Rajkot
રાજકોટ : પતિએ છરીના ઘા મારીને પત્નીને પતાવી દીધી
Source :     |  Last Updated: 2018-03-12 20:40:12

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ક્રાઈમ રેટ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં વધુ એક ખૂની ખેલનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં પૂર્વ પતિએ તેની પત્નીની હત્યા કરી છે.રાજકોટના નાના મહુવા રોડ પર એક પૂર્વ પતિએ પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી છે. તેણે તીક્ષ્ણ હથિયારોથી ઘા મારીને પત્નીની હત્યા કરી હતી. બંનેએ અગાઉ લવ મેરેજ કર્યા હતા. પંરતુ લગ્ન બાદ બંનેમાં ખટરાશ પેદા થતા બંનેએ બે મહિના પહેલા જ છૂટાછેડા લીધા હતા. પતિએ કેટરર્સના કામમાંથી પરત ફરીને પતિએ પત્નીના પેટમાં ચાકૂ હુલાવ્યું હતું. ત્યારે પોલીસે આ સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. તેમજ પતિએ કયા કારણોસર પત્નીની હત્યા કરી છે, તે અંગે પોલીસે પતિની પૂછપરછ હાથ ધરી છે.


Keywords : laxami,mahi