સિંગાપોરમાં રજુ કરાયો અ’વાદના વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટ, PM મોદીએ કર્યું ટેસ્ટિંગ

0
342
youth-education/ahmedabad-students-project-in-singapore-conclave-pm-modi-praised
youth-education/ahmedabad-students-project-in-singapore-conclave-pm-modi-praised

લક્ષ્મી અજય: સિંગાપોરમાં ભારત અને સિંગાપોરના સંબંધોને મજબૂત કરવા અને ઈનોવેશનને પ્રમોટ કરવા માટે યોજવામાં આવેલી કોન્ક્લેવ માટે અમદાવાદના બે વિદ્યાર્થીઓના સ્ટાર્ટ-અપને નીતિ આયોગ દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યો હતો. અમદાવાદની બેસ્ટ હાઈ સ્કૂલમાં અભ્યાસ કરતા આદિત્ય રાજપુત(ધોરણ 10) અને વિમલ મહેશ્વરી(ધોરણ 9) અને તેમના મેન્ટર્સ મદિશ પરીખ અને ઈનોવેશન કોચ અક્ષય ચાવલાના ઈનોવેશનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું અને તેમના વખાણ પણ કર્યા.રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન મોદીએ સિંગાપોરના વડાપ્રધાનને આ વિદ્યાર્થીઓની ઓળખાણ કરાવીને કહ્યું કે આ વિદ્યાર્થીઓ તે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમની જે બેઠક હતી તે વિસ્તારના છે. હાઈ કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા આ સિંગાપોરમાં યોજવામાં આવેલી આ બીજી કોન્ક્લેવ હતી.ઉલ્લેખનીય છે કે અમદાવાદની 18 શાળાઓમાં અટલ ટિંકરીંગ લેબ(ATL) છે.આ વિદ્યાર્થીઓએ કરેલા ઈનોવેશનનું નામ છે, સ્માર્ટ લોક સિસ્ટમ. આ ગ્રુપના એક મેન્ટરે લાયસન્સ વિના ગાડી ચલાવી રહેલા ડ્રાઈવરને કારણે અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. ત્યારપછી તેમણે આ પ્રોજેક્ટ પર કામ શરુ કર્યુ હતું.બેસ્ટ સ્કૂલના ATLના ઈન-ચાર્જ મધિશ પરીખ જણાવે છે કે, AI અને સેન્સર્સની મદદથી અમારી સ્માર્ટ લોક સિસ્ટમ અકસ્માતથી બચાવે છે અને વાહનચોરી થતા પણ બચાવે છે. વાહનમાં સ્માર્ટ સર્કિટ એમ્બેડ કરવામાં આવે છે અને તેને મોબાઈલ ફોન સાથે લિંક કરવામાં આવે છે. તમે તમારું અને તમારા પરિવારના સભ્યોનું ડ્રાઈવિંગ લાઈસન્સ રજિસ્ટર કરી શકો છો. સિસ્ટમ રજિસ્ટર કરેલા સભ્યોને જ વાહન સ્ટાર્ટ કરવા દેશે.તેમણે આગળ જણાવ્યું કે, 20 ટકા રોડ અકસ્માત લાયસન્સ વગર ડ્રાઈવ કરવાને કારણે થતા હોય છે. આવી ટેક્નોલોજીને કારણે તેની સંખ્યા ઓછી થશે. આ સિવાય વાહનનું લોકેશન ટ્રેક કરવામાં પણ મદદ મળશે. જો કાર અથવા બાઈક ચોરાઈ જાય તો તમે મોબાઈલમાં તેનું રિયલ ટાઈમ લોકેશન પણ ટ્રેક કરી શકો છો. વડાપ્રધાન મોદી સિંગાપોરની ઈવેન્ટમાં શામેલ થયા હતા અને તેમણે અમારા સ્ટૉલની મુલાકાત પણ લીધી હતી. તેમણે બાઈક શરુ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ સિસ્ટમમાં તેમનું રજિસ્ટ્રેશન ન હોવાને કારણે બાઈક શરુ નહોતી થઈ શકી.આ ગ્રુપ 29 મેથી 1 જૂન સુધી સિંગાપોરમાં હતું અને તેમને પોતાના ઈનોવેશન માટે 3 ઈન્વેસ્ટર્સ પણ મળી ગયા છે. આદિત્ય રાજપુત જણાવે છે કે, ઈવેન્ટમાં 30 સ્ટાર્ટ-અપ્સ હતા જેમાંથી 16 સિંગાપોરના હતા અને 14 ઈન્ડિયાના હતા. ગુજરાતમાંથી સિલેક્ટ થયેલી ટીમ એકમાત્ર અમારી હતી. વડાપ્રધાન મોદીએ અમારી સાથે લગભગ 8 મિનિટ વાત કરી. અમે તેમને મણિનગરમાં આવેલી અટલ ટિંકરીંગ લેબમાં આમંત્રણ આપ્યું અને તેમણે ત્યાંની મુલાકાત લેવાનું આશ્વાસન પણ આપ્યું