સામૂહિક આપઘાત કેસઃ બેન માટે 6 લાખની લોન માંગતો કૃણાલનો ઓડિયો આવ્યો સામે

0
95
MGUJ-AHM-HMU-LCL-trivedi-family-suicide-case-krunal-demand-a-6-lakh-loan-from-financer-revealed-in-audio-gujarat

નરોડા સામુહિક આત્મહત્યા કેસ પાછળનું કારણ શોધવા માટે હાલ પોલીસ પાસે સુસાઇડ નોટ સિવાય ખાસ કંઈ નથી. જેમાં કથિત કાળી શક્તિએ તેમને આત્મહત્યા કરવા માટે પ્રેર્યા હોવાનું માનવામાં આવે છે. હાલ પોલીસે આર્થિક સ્થિતિને લઇ કુણાલના બેંક ખાતાઓને તપાસ ઉપરાંત તેના બેંક સ્ટેટમેન્ટ્સ મેળવવાની તજવીજ હાથ ધરી છે.જો કે આજે કૃણાલ ત્રિવેદીનો એક ઓડિયો સામે આવ્યો છે. જે પોલીસ તપાસમાં પણ મદદરૂપ થઈ શકે છે. આ ઓડિયોમાં કૃણાલે 5 સપ્ટેમ્બરના રોજ કુશવાહ ફાઇનાન્સ મેનેજમેન્ટના માલિક તેમજ તેના પૂર્વ પડોશી અવધેશ કુશવાહને ફોન કર્યો હતો. જેમાં કૃણાલે તેમને જણાવ્યું હતું કે પિતરાઇ બહેનને 6 લાખની અનસિક્યોર્ડ લોન જોઇએ છે. કેમ કે પિતરાઇ બહેનને 6 -7 દિવસમાં એક કામ માટે 6 લાખના વ્હાઈટ મની તાત્કાલીક બતાવવાના હતા. આ ઓડિયો અવધેશે કુશવાહે જ પોલીસને સંભ‌ળાવ્યો હતો.

(અ’વાદ સામૂહિક સુસાઈડ કેસઃ ‘મમ્મી મેં ઘણીવાર કાળી વિદ્યા અંગે કહ્યું પણ તમે માન્યા નહીં’)

કોઈ ફોન ઉપાડતું ન હોવાથી સંબંધીઓને ગઈ શંકા

આ પહેલા મંગળવારની રાત્રે નરોડાના હરિદર્શન ચાર રસ્તા નજીક અવની ફ્લેટમાં રહેતા અને કોસ્મેટિકનો વેપાર કરતા કૃણાલ ત્રિવેદી, પત્ની કવિતા ત્રિવેદી અને તેમની 16 વર્ષની પુત્રી શ્રીન તથા વૃધ્ધ માતા જયશ્રીબેન સાથે અવની ફ્લેટમાં ભાડાના મકાનમાં રહેતા હતા. છેલ્લા 24 કલાકથી તેમના સંબંધીઓ સતત તેમના ઘરના અલગ અલગ સભ્યોને ફોન કરી રહ્યાં હતા પણ કોઇ ફોન ઉપાડતુ ન હોય સંબંધીઓને શંકા ગઇ હતી. ત્યાર બાદ સંબંધીઓ નરોડા પોલીસને લઇને અવની ફ્લેટ પર દોડી આવ્યાં હતા. ઘર અંદરથી બંધ હોય પોલીસે તોડીને તપાસ કરતા મેઇન રૂમમાંથી કૃણાલના માતા જયશ્રીબેન ઝેરી દવાની અસરથી બેભાન હાલતમાં મળી આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે એક બેડરૂમમાં પત્ની અને દીકરીનો મૃતદેહ અને કૃણાલ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા

MGUJ-AHM-HMU-LCL-trivedi-family-suicide-case-krunal-demand-a-6-lakh-loan-from-financer-revealed-in-audio-gujarat
MGUJ-AHM-HMU-LCL-trivedi-family-suicide-case-krunal-demand-a-6-lakh-loan-from-financer-revealed-in-audio-gujarat