મૂર્ખતા માટે કોંગ્રેસ એક માત્ર જગ્યા, ‘ભારતના ટૂકડા કરનારી ગેંગનું સમર્થન કરે છે’: શાહ

0
56
news/NAT-HDLN-bjp-president-amit-shah-says-only-one-place-for-idiocy-and-its-called-congress-gujarati-news-596319
news/NAT-HDLN-bjp-president-amit-shah-says-only-one-place-for-idiocy-and-its-called-congress-gujarati-news-596319

ભાજપ અધ્યક્ષ અમિત શાહ શુક્રવારે કોંગ્રેસ પર નક્સલીઓ અને ભ્રષ્ટ તત્વોને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે. શાહે કહ્યું કે, દેશમાં મૂર્ખતા માટે એક જ જગ્યા છે અને તેને કોંગ્રેસ કહે છે. શાહની આ પ્રતિક્રિયા ભીમા-કોરેગાંવ હિંસા મામલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે SIT તપાસની માગ રદ કરી છે.

નક્સલીઓનું સમર્થન કરે છે કોંગ્રેસ- શાહ

– શાહે ટ્વીટ કરી લખ્યું કે, “કોંગ્રેસ ભારતના ટુકડા કરતી ગેંગ, નક્સલી, નકલી સમાજસેવકો અને ભ્રષ્ટ તત્વોનું સમર્થન કરે છે. જે લોકો ઈમાનદાર અને કામ કરી રહ્યાં તેને બદનામ કરી રહી છે. રાહુલ ગાંધીના કોંગ્રેસમાં તમારું સ્વાગત છે.”સંબિત પાત્રાએ પણ સાધ્યું કોંગ્રેસ પર નિશાન

– ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું, “કોંગ્રેસે કાર્યકર્તાઓની ધરપકડને લઈને રાજકારણ કર્યું. કોંગ્રેસ અને વિરોધીઓએ કહ્યું હતું કે જે લોકો સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવશે તેમની ધરપકડ કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે આ બદલાની ભાવનાથી કરવામાં આવેલી ધરપકડ નથી.”
– સંબિત પાત્રાએ કહ્યું કે, “કોર્ટનો નિર્ણય રાષ્ટ્રની જીત અને કોંગ્રેસની હાર છે. રાહુલ ગાંધી પોતાને રાજનીતિના મધ્યમાં લાવવા માટે જે પ્રકારે કામ કરી રહ્યાં છે, તે નિર્ણયથી તેઓ ખુલ્લાં પડ્યાં છે. તેઓ આ બ્રિગેડની સાથે ઊભા થવાનો પ્રયાસ કરી રહ્યાં છે.”
– રાહુલ ગાંધીએ 28 ઓગસ્ટે ટ્વીટ કરી પાંચ કાર્યકર્તાઓની ધરપકડ પર સવાલ ઉઠાવ્યાં હતા. તેઓએ લખ્યું હતું કે, “ભારતમાં માત્ર એક એનજીઓની જગ્યા છે, તે છે RSS. તમામ એનજીઓને બંધ કરી દો. જે ફરિયાદ કરે છે, તે તમામ કાર્યકર્તાઓને જેલમાં બંધ કરી દો. નવા ભારતમાં તમારું સ્વાગત છે.”