મિશન-2019: કાશીના ગઢથી ફરી પૂર્વાંચલમાં ફતેહ મેળવવાનો મોદીનો પ્રયાસ

0
76
.NAT-HDLN-bjp-modi-focus-on-puravanchal-from-varanasi-due-to-2019-general-election-gujarati-news

વડાપ્રધાન મોદીએ પોતાનો 68મો જન્મદિવસ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીમાં મનાવ્યો. આ તબક્કે PM મોદીએ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી પૂજા પાઠ પણ કર્યાં. લોકસભા ચૂંટણીને હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે ત્યારે મોદીનું વારાણસી પહોંચવું અને કરોડોના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપવાની વાતને લઈને અનેક રાજકીય અર્થ નીકળી રહ્યાં છે.દિલ્હીની ગાદીનો રસ્તો યુપી થઈને આવે છે, ત્યારે યુપી જીતવું જરૂરી છે. અને યુપી જીતવા માટે પૂર્વાંચલ જીતવું જરૂરી છે. આ ફોર્મૂલાથી જ ભાજપ 2014ની લોકસભા અને 2017માં વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ સીટ મેળવી સત્તા પ્રાપ્ત કરી. ત્યારે હવે 2019ની જંગમાં 2014નું પુનરાવર્તન કરવા માટેના પ્રયાસો શરૂ કરી દીધાં છે.

પૂર્વાંચલ પર ફતેહ મેળવવાનો પ્રયાસ

– પૂર્વાંચલને જીતવા માટે પીએમ મોદી બે દિવસની મુલાકાતે કાશી પહોંચ્યા છે.
– આ દરમિયાન તેઓએ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીને 500 કરોડના વિકાસના પ્રોજેક્ટની ભેટ આપી. જેમાં ઓલ્ડ કાશીમાં વીજળી માટે 36,200 લાખ, 33 ઈન ટૂ 11 કેવી વિદ્યુત સબ સ્ટેશન બેટાવર માટે 279 લાખ, અટલ ઇન્ક્યૂબેશન સેન્ટર 2000 લાખ, નાગેપુર ગ્રામ પેયજળ યોજના 275 લાખ, 33 ઈન 11 વિદ્યુત સબ સ્ટેશન કુરૂસાતો નિર્મા- 260 લાખના લોકાર્પણ સામેલ છે.
68માં જન્મદિવસે વડાપ્રધાન મોદીએ કાશી વિશ્વનાથ મંદિરની પૂજા કરી હતી
નેશનલ ડેસ્કઃ વડાપ્રધાન મોદીએ પોતાનો 68મો જન્મદિવસ પોતાના સંસદીય ક્ષેત્ર કાશીમાં મનાવ્યો. આ તબક્કે PM મોદીએ કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરી પૂજા પાઠ પણ કર્યાં. લોકસભા ચૂંટણીને હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે ત્યારે મોદીનું વારાણસી પહોંચવું અને કરોડોના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપવાની વાતને લઈને અનેક રાજકીય અર્થ નીકળી રહ્યાં છે.

દિલ્હીની ગાદીનો રસ્તો યુપી થઈને આવે છે, ત્યારે યુપી જીતવું જરૂરી છે. અને યુપી જીતવા માટે પૂર્વાંચલ જીતવું જરૂરી છે. આ ફોર્મૂલાથી જ ભાજપ 2014ની લોકસભા અને 2017માં વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ સીટ મેળવી સત્તા પ્રાપ્ત કરી. ત્યારે હવે 2019ની જંગમાં 2014નું પુનરાવર્તન કરવા માટેના પ્રયાસો શરૂ કરી દીધાં છે.

પૂર્વાંચલ પર ફતેહ મેળવવાનો પ્રયાસ

– પૂર્વાંચલને જીતવા માટે પીએમ મોદી બે દિવસની મુલાકાતે કાશી પહોંચ્યા છે.
– આ દરમિયાન તેઓએ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીને 500 કરોડના વિકાસના પ્રોજેક્ટની ભેટ આપી. જેમાં ઓલ્ડ કાશીમાં વીજળી માટે 36,200 લાખ, 33 ઈન ટૂ 11 કેવી વિદ્યુત સબ સ્ટેશન બેટાવર માટે 279 લાખ, અટલ ઇન્ક્યૂબેશન સેન્ટર 2000 લાખ, નાગેપુર ગ્રામ પેયજળ યોજના 275 લાખ, 33 ઈન 11 વિદ્યુત સબ સ્ટેશન કુરૂસાતો નિર્મા- 260 લાખના લોકાર્પણ સામેલ છે.

વારાણસીમાં મોદીએ અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું
કાશીથી જીત મેળવવાનો પ્રયાસ

– નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી ઉતરીને વિપક્ષનો સફાયો કરી દીધો. તેઓએ યુપીના વારાણસીથી બિહાર સુધી ચૂંટણી પરિણામો પર અસર છોડી.
– આઝમગઢ પૂર્વાંચલની એકમાત્ર સીટ હતી, જ્યાં ભાજપ જીતી શક્યું ન હતું. તે સિવાય પૂર્વાંચલની તમામ લોકસભા સીટો ભાજપના ખાતામાં ગઈ હતી.
– 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ જ રણનીતિ અપનાવી અને પીએમ મોદી ચૂંટણી પ્રચારના છેલ્લાં ત્રણ દિવસમાં વારાણસીમાં રહીને વિપક્ષને ધરાશાયી કરી દીધું હતું.
– હવે ફરી એક વખત મોદીએ 2019માં ફતેહ મેળવવા માટે કાશીને પોતાનું રણક્ષેત્ર બનાવવાની ક્વાયત શરૂ કરી દીધી છે.વિપક્ષ એકજૂટ થઈ રહ્યું છે

– મોદીને સત્તા પર ફરી આવતાં રોકવા માટે યુપીમાં વિપક્ષ દળ એકજૂટ થઈ રહ્યું છે.
– પૂર્વાંચલના ગોરખપુર અને ફુલપુર લોકસભા પેટા ચૂંટણીમાં સપા-બસપાની એકતાથી જ ભાજપને ધોબી પછડાટ મળી હતી. જે બાદ વિપક્ષની એકતાની તાકાત પશ્ચિમ યુપીના કૈરાનામાં પણ જોવા મળી, જ્યાં RLDએ ભાજપને હાર આપી હતી.
– પેટાચૂંટણીથી મળેલી જીતના ફોર્મૂલાથી ઉત્સાહિત સપા, બસપા અને કોંગ્રેસ 2019ની લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધન બનીને ઉતરવાનો નિર્ણય કર્યો છે. ત્રણેય પક્ષ વચ્ચે સીટોની વ્હેંચણીને લઈને મંથન ચાલી રહ્યું છે.

મહાગઠબંધનની તાકાત ભાજપને ભારે પડી શકે છે

– 2019ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષ મહાગઠબંધન બનીને ઉતરે છે તો ભાજપ માટે 2014ના પરિણામોનું પુનરાવર્તન સહેલી વાત નહીં હોય.
– કાશી જેવી લોકસભા બેઠક છોડી દઈએ તો પૂર્વાંચલની મોટા ભાગની સીટ ભાજપને ગુમાવવી પડી શકે છે.
– ભાજપના હાથમાંથી જો પૂર્વાંચલ ગયું તો દેશની સત્તા સુધી પહોંચવાનું મુશ્કેલ બની શકે છે. ત્યારે આ જ કારણ છે કે પીએમ મોદીને કાશીમાં પોતાના જન્મદિવસ મનાવવા માટે મજબૂર થવું પડ્યું છે. પૂર્વી ઉત્તર પ્રદેશ પર ભાજપનું વધુ ફોકસ

– ભાજપ પશ્ચિમ ઉત્તર પ્રદેશની તુલનાએ પૂર્વી ઉત્તર પ્રદેશ પર વધુ ફોકસ કરી રહ્યાં છે.

– પીએમ મોદીએ પૂર્વાંચલમાં મિશન 2019 અંતર્ગત જાળું બનાવવાનું શરૂ કરી દીધું છે. આ પહેલાં મુલાયમના ગઢ આઝમગઢમાં ઉત્તર પ્રદેશ સરકારના સૌથી મોટા પ્રોજેક્ટ પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો પાયો રાખવામાં આવ્યો હતો.

– આ દેશનો સૌથી મોટો એક્સપ્રેસ વે હશે. જે ગોરખપુર, અલ્હાબાદ અને બુંદેલખંડના લિંક એક્સ્પ્રેસ વે સાથે પણ જોડાશે

.NAT-HDLN-bjp-modi-focus-on-puravanchal-from-varanasi-due-to-2019-general-election-gujarati-news
.NAT-HDLN-bjp-modi-focus-on-puravanchal-from-varanasi-due-to-2019-general-election-gujarati-news