બાબાનું દેશી ‘વોટ્સએપ’, વિદેશી એપની ડિટ્ટો કોપી

0
1198
orporates/baba-ramdevs-kimbho-app-is-actual-copy-of-bolo-chat
orporates/baba-ramdevs-kimbho-app-is-actual-copy-of-bolo-chat

!યોગ ગુરુ અને પતંજલિ કંપનીના માલિક બાબા રામદેવે સોશયલ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપનું સ્વદેશી વર્ઝન એપ ભારતમાં લોન્ચ કરી હતી. એવી પણ વાતો ચાલી રહી હતી કે રામદેવેની આ એપ આવનારા દિવસોમાં વોટ્સએપને ટક્કર આપતી જોવા મળશે. 30 મેએ આવેલી આ એપનું નામ છે ‘કિંભો’. પતંજલિએ તેની ટેગલાઈન રાખી છે, ‘હવે ભારત બોલશે’.હાલમાં એક વેબસાઈટ દ્વારા એવો દાવો કરાયો છે કે પતંજલિની આ KIMBHO એપ પર એવો આરોપ લાગી રહ્યો છે કે તે અમેરિકન મેસેન્જર એપ્લિકેશન ‘Bolo Chat’ એપની રિબ્રાન્ડીંગ એપ છે. આ એપને અમેરિકાના કેલિફોર્નિયાના ફ્રેમોંટ સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત કરાઈ હતી. પતંજલિએ તેનું જ સ્વદેશી રૂપ છે.હાલમાં પતંજલિ દ્વારા KIMBHO એપને ડેવલપમેન્ટ હેઠળ બતાવાઈને પ્લે સ્ટોર પરથી ઉતારી લેવાઈ છે, જોકે તેના પ્લે સ્ટોર આવતા જ ટ્વિટર પર કેટલાક યુઝર્સ દ્વારા KIMBHO અને BOLOના ફોટો પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ બંને એપના ફોટો એક સમાન જ હતા. જે બાદ લોકોએ તેને અમેરિકન એપની કોપી હોવાનું બતાવ્યું હતું.આ ઉપરાંત ફેસબુક પર કિમ્ભો એપના લોગોવાળું પેજ છે તેમાં પણ ‘Bolo Chat’ નામ આપવામાં આવ્યું છે. ટ્વિટર પર બોલોચેટનું એકાઉન્ટ છે, જેમાં તેને ડિસેમ્બર 2015માં લોન્ચ થયું હોવાનું જણાય છે.યુઝર્સને KIMBHO એપ ઈન્સ્ટોલ કરવા પર મળતા મેસેજમાં પણ બોલો એપ નામ આવે છે