પાર્કિંગ માટે સોસાયટી સામે આઠ વર્ષથી લડી રહ્યો છે એક અમદાવાદી

0
164
civic-issues/ahmedabad-one-mans-struggle-for-parking-space
civic-issues/ahmedabad-one-mans-struggle-for-parking-space

શાહીબાગમાં રહેતા વેપારી સી.પી. જૈન પોતાની ગાડીના પાર્કિંગ માટે છેલ્લા આઠ વર્ષથી કાયદાકીય લડાઈ લડી રહ્યા છે. તેઓ 2010માં શાહીબાગની એક સોસાયટીમાં રહેવા આવ્યા ત્યારે સોસાયટીના તમામ પાર્કિંગ જે-તે લોકોને અપાઈ ચૂક્યા હતા, અને તેમના માટે પાર્કિંગની કોઈ જગ્યા બચી જ નહોતી. સોસાયટીમાં કેટલાક ઘરોમાં તો બે-ત્રણ કાર હતી, તેમને પણ પાર્કિંગ મળ્યું હતું પરંતુ સી.પી. જૈનના ભાગે પાર્કિંગ નહોતું આવ્યુંસી.પી. જૈનનો દાવો છે કે, વધારાના પાર્કિંગ પ્લોટ્સને મેમ્બરો પાસેથી રુ. 35,000 કેશ લઈને ફાળવવામાં આવ્યા છે, અને તેનું મહિને 1000 રુપિયા મેઈન્ટેનન્સ પણ વસૂલાય છે. જૈને આવો કોઈ ચાર્જ લેવો ગેરકાયદે હોવાનું કારણ આપી તે આપવાનો ઈનકાર કરી દીધો હતો. જેના કારણે તેમને સોસાયટીએ પાર્કિંગ પણ ન આપ્યું.292 ફ્લેટ ધરાવતી આ સોસાયટીમાં 368 ગાડીઓ પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા છે, જોકે માત્ર 241 મેમ્બરોએ જ 368 પાર્કિંગ લઈ લીધા છે, જેના કારણે જૈન તેમજ તેમના જેવા બીજા કેટલાક લોકોને કોમન એરિયામાં પોતાની કાર પાર્ક કરવી પડે છે. કેટલીક વાર તો તેમને સોસાયટીની બહાર પણ ગાડી મૂકવી પડે છે.સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને જૈન પોતાના પાર્કિંગ માટે લડાઈ લડી રહ્યા છે. 21 મે 2011ના રોજ અમદાવાદના પોલીસ કમિશનરે એક જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. સુપ્રીમના ચુકાદા તેમજ કમિશનરના જાહેરનામા અનુસાર, કોઈપણ સોસાયટી પાર્કિંગની જગ્યાનું વેચાણ ન કરી શકે, અને તેમ કરવું ગુનો બને છે.અત્યારસુધી જૈન અનેક સરકારી કચેરીઓના ધક્કા ખાઈ ચૂક્યા છે. તેમણે કલેક્ટર ઓફિસ, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર ઓફિસ, પોલીસ કમિશનર, શાહીબાગ પોલીસ સ્ટેશન, મધ્ય ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપાલિટી કમિશનર, સિટી સરવે ઓફિસ તેમજ સીએમના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પણ આ અંગે ફરિયાદ કરી છે, પરંતુ હજુ સુધી તેમને પાર્કિંગ મળ્યું નથી.14 સપ્ટેમ્બર 2014ના રોજ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર આરએમ દેસાઈએ ડીસીપી ઝોન 4ની કચેરીને આ મામલે કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. આ કેસ આખરે શાહીબાગ પોલીસ સ્ટેશનને મોકલાયો હતો, જેણે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, સોસાયટીના લોકો પાસેથી પૈસા લઈ પાર્કિંગ ફાળવાયા હોય તેવા પુરાવા નથી મળ્યા, અને જગ્યા સોસાયટીએ જ ફાળવી છે.જિલ્લા રજિસ્ટ્રાર (કોઓપરેટિવ)ના આદેશ અનુસાર, જૈનની સોસાયટી પાર્કિંગનું વેચાણ કરી શકે નહીં. રજિસ્ટ્રાર ઓફિસે પણ જૈનને જાન્યુઆરી 2017માં શાહીબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા કહ્યું. પાંચ મહિના પછી કોર્પોરેશનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે પણ તેમને ફરી શાહીબાગ પોલીસ સ્ટેશન જવા કહ્યું.સીપી જૈનનો દાવો છે કે, તેમની પાસે સોસાયટીના મેમ્બર ધર્મેન્દ્ર શાહની એફિડેવિટ છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, પાર્કિંગ ફાળવવા માટે ચેરમેને તેમની પાસેથી 35,000 રુપિયા રોકડા માગ્યા તા, અને 1000 રુપિયાનો ચેક પણ પાર્કિંગ માટે આપવાનું કહેવામાં આવ્યું હતું.